° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


TMKOC: વિદ્યા બાલને રિક્રિએટ કર્યો જેઠાલાલનો આ ફેમસ સીન, ફેન્સ થઈ ગયા આશ્ચર્યચકિત

26 September, 2022 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઇન્સ્ટાગ્રામ પર જેઠાલાલના ઘણા સંવાદોને લોકો ખૂબ પસંદ કરે છે

તસવીર સૌજન્ય: વિદ્યા બાલનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: વિદ્યા બાલનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન (Taarak Mehta Ka Ooltah Chashmah) સૌથી લોકપ્રિય શૉ રહ્યો છે. ટીવી સહિત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લોકો આ શૉ જોવાનું ખૂબ પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ આ આઇકોનિક શૉની કેટલીક ક્લિપ્સ ખૂબ હસાવે છે. તો લોકો પણ તેના પરથી મીમ્સ બનાવતા રહે છે અથવા તે સીન રિક્રિએટ કરતાં રહે છે. અબ્દુલથી લઈને જેઠાલાલ સુધી, આ દરેક કલાકારોને દર્શકોએ પસંદ કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર જેઠાલાલના ઘણા સંવાદોને લોકો ખૂબ પસંદ કરે છે. ‘ચાય પીઓ બિસ્કિટ ખાઓ’, ‘સીધી ખડી રે ઝુલતા મિનારા’, ‘ઇસકી પંચાત કી હદ તો દેખો’ જેવા ડાયલોગ્સ અવારનવાર રીલ્સમાં જોવા મળે છે. દરેક વ્યક્તિ તેના પર રીલ્સ બનાવી રહી છે. આ ટ્રેન્ડમાં હવે બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) પણ જોડાઈ ગઈ છે. તાજેતરમાં અભિનેત્રી વિદ્યા બાલને પણ તારક મહેતાનો એક સીન રિક્રિએટ કર્યો છે.

વિદ્યા બાલને જેઠાલાલના `ઝુલતા મિનારા` ડાયલોગ પર આ રિલ બનાવી છે. તેણે તેની મિત્ર અદિતિ સંધુ સાથે આ સીન રિક્રિએટ કર્યો છે. અભિનેત્રીએ અદિતિ સંધુ સાથે રીલ બનાવી છે, જ્યાં અભિનેત્રી વિદ્યા બાલન પોતે જેઠાલાલનું પાત્ર ભજવે છે. તમે પણ જુઓ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidya Balan (@balanvidya)

ફેન્સ પણ આ જોઈને ખૂશ થઈ ગયા છે અને કૉમેન્ટ સેકશનમાં રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: સચિન શ્રોફ ઉર્ફ નવા તારક મહેતા માટે આ છે સૌથી મોટી ચેલેન્જ, અંજલીએ કર્યો ખુલાસો

26 September, 2022 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે: શ્રદ્ધા

શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે રીલ કરતાં રિયલ લાઇફમાં તેના સંબંધ તેના કો-સ્ટાર શક્તિ અરોરા સાથે એકદમ અલગ છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી રહ્યાં છે.

07 December, 2022 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

બ્રેકઅપના નવ મહિના બાદ દિવ્યા અગરવાલે કરી સગાઈ

દિવ્યા અગરવાલે તેના બૉયફ્રેન્ડ વરુણ સૂદ સાથેના બ્રેકઅપના નવ મહિના બાદ બિઝનેસમૅન અપૂર્વ પાડગાવકર સાથે સગાઈ કરી લીધી છે.

07 December, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TMKOC: રાજ અનડકટે પણ શૉને કહ્યું ગુડબાય: સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો ખુલાસો

અગાઉ એવી એટકળો હતો કે રાજ અનડકટે શૉ છોડી દીધો છે

06 December, 2022 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK