Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતાના `ચંપક ચાચા`એ વીડિયો શેર કરી આપ્યું હેલ્થ અપડેટ, જાણો હવે કેવી છે તબિયત

તારક મહેતાના `ચંપક ચાચા`એ વીડિયો શેર કરી આપ્યું હેલ્થ અપડેટ, જાણો હવે કેવી છે તબિયત

21 November, 2022 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સાથે તેમણે મીડિયામાં તેમના વિશે ચાલી રહેલા અનેક પ્રકારના સમાચારોનું પણ ખંડન કર્યું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ‘ચંપક ચાચા’ (Champak Chacha) એટલે કે અમિત ભટ્ટ (Amit Bhatt) થોડા દિવસોથી સમાચારોમાં છે. તાજેતરમાં, સમાચાર સામે આવ્યા હતા કે અમિત ભટ્ટને સીરિયલના શૂટિંગ દરમિયાન સેટ પર ઇજા થઈ હતી. સાથે જ તેમને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી. હવે આ સમાચાર પર પહેલીવાર અમિત ભટ્ટ પોતે આગળ આવી અને નિવેદન આપ્યું છે. અમિતે ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.

તાજેતરમાં અમિત ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની તબિયત વિશે અપડેટ આપ્યું છે. આ સાથે તેમણે મીડિયામાં તેમના વિશે ચાલી રહેલા અનેક પ્રકારના સમાચારોનું પણ ખંડન કર્યું છે. આ વીડિયોમાં અમિત ભટ્ટ તેમની ઑફિસની ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અમિત કહી રહ્યો છે “કેમ છો બધા. હું એકદમ ઠીક છું. હું તમારા બધાની સામે છું. બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં એવી ઘણી વાતો ફરતી થઈ રહી છે કે ચંપક ચાચાનો અકસ્માત થયો છે.”



અભિનેતા વધુમાં કહે છે કે “હું આ વાત દરેક સાથે શેર કરવા માગુ છું કે આવું કંઈ નથી. એક સીન હતો જેમાં સોઢીની જીપનું ટાયર નીકળી જાય છે અને અમે બધા તેની પાછળ દોડીએ છીએ. પછી આ ટાયર ઉછળીને મારા ઘૂંટણ સાથે અથડાય છે, જેના કારણે નાની-મોટી ઈજા થઈ છે, જે ટૂંક સમયમાં ઠીક થઈ જશે.”


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)


અમિત ભટ્ટે વધુમાં જણાવ્યું કે ડૉક્ટરોએ તેમને થોડા દિવસ આરામ કરવાનું કહ્યું છે, પરંતુ હવે તે ટૂંક સમયમાં શૂટિંગ પર પાછા ફરશે. દરમિયાન, અભિનેતા બધાને યાદ કરી રહ્યો છે. અભિનેતાના આ વીડિયોએ મીડિયામાં ચાલી રહેલા તમામ સમાચારોને ફગાવી દીધા છે.

આ પણ વાંચો: World Television Day: એક એવો શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતા

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK