Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોવિડને કારણે આ વખતે અડધી કડવા ચોથ

કોવિડને કારણે આ વખતે અડધી કડવા ચોથ

02 November, 2020 02:35 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કોવિડને કારણે આ વખતે અડધી કડવા ચોથ

હિતેન તેજવાણી, ગૌરી

હિતેન તેજવાણી, ગૌરી


હિતેન તેજવાણી અને તેની વાઇફ ગૌરીની લવ-સ્ટોરી સૌકોઈ માટે એક દૃષ્ટાંતરૂપ છે. આ વર્ષે લાંબા સમય પછી પહેલી વાર એવું બનશે કે કડવા ચોથના દિવસે હિતેન શૂટ પર હશે અને વાઇફ ગૌરી ઘરે હશે. હિતેન અત્યારે સ્ટાર પ્લસની ‘ગુપ્તા બ્રધર્સ - ચાર કુંવારે ફ્રૉમ ગંગા કિનારે’માં લીડ સ્ટાર છે. હિતેન અને ગૌરી દર કડવા ચોથે સાથે ઉપવાસ કરતાં અને રાતે સાથે જમતાં, પણ આ વર્ષે હિતેન પોતે પણ આખા દિવસનો ઉપવાસ નહીં કરે અને ગૌરીને પણ કરવા નહીં દે. હિતેને કહ્યું કે ‘કોવિડના સમયમાં હેલ્થનું ધ્યાન પહેલાં રાખવાનું હોય. અત્યારે ઇમ્યુનિટી ઘટે એવું જરાય ચાલે એમ નથી. મેં નક્કી કર્યું છે કે હું અડધો દિવસ એટલે કે લંચ સુધી ઉપવાસ રાખીશ અને ગૌરી પણ એવું જ કરશે. લંચ હું સેટ પર લઈશ અને ગૌરી બાળકો સાથે ઘરે કરી લેશે. રાતે અમે સાથે જમીશું.’

હિતેનનું કહેવું છે કે ‘હેલ્થ બેસ્ટ રીતે જળવાયેલી રહે એ ખૂબ જરૂરી છે. કોવિડના પિરિયડમાં ઓછામાં ઓછું જન્ક ફૂડ ખવાય એનું ધ્યાન રાખીએ એનાથી બેસ્ટ બીજું કશું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2020 02:35 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK