° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


ધ કપિલ શર્મા શોમાં લાગ્યા ચાર ચાંદ, ભાવનગરથી ઇમ્પોર્ટ થઈ રહ્યું છે આ ગુજરાતી પાત્ર

12 January, 2022 05:45 PM IST | Mumbai | Karan Negandhi

કપિલ શર્મા શોના આ અઠવાડિયાના એપિસોડમાં રવિના ટંડન અને ફરાહ ખાન આવી રહ્યા છે.

ફાઇલ તસવીર The Kapil Sharma Show

ફાઇલ તસવીર

કપિલ શર્મા શોના આ અઠવાડિયાના એપિસોડમાં રવિના ટંડન અને ફરાહ ખાન આવી રહ્યા છે. તેમની સાથે જ શોમાં એક કાઠિયાવાડી પાત્ર પણ જોડાવા જઈ રહ્યું છે. કોમેડિયન જોની લીવરની પુત્રી જેમી લીવર આ નવા ગુજરાતી પાત્રમાં જોવાં મળશે. જેમીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી એને આ ખુલાસો કર્યો છે.

જેમીએ આ તસવીરો શેર કરતાં લખ્યું કે “યૂ તોહ આવી ગયી તમારા માટે… હું છું ભાવિકા ભટ્ટ ફ્રોમ ભાવનગર. જલદી આવી રહી છું ધ કપિલ શર્મા શોમાં, બધુ કુલ છે?!”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jamie Lever (@its_jamielever)

સોની ટીવીએ બહાર પડેલા નવા પ્રોમોમાં જેમી ભાવિકા ભટ્ટના પાત્રમાં જોવાં મળી રહી છે. આ દરમિયાન તે ફરાહ ખાન એને પિતા જોની લીવરની નકલ કરતી પણ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે મજાક-મસ્તીમાં જેમીએ કપિલને વજન ઓછું કરવાનું પણ કહી દીધું હતું. તમે પણ જુઓ તેની એક ઝલક.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

આ પ્રોમોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે અને ફેન્સ કોમેન્ટ બોક્સમાં પણ આ એપિસોડની રાહ જોઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે.

નોંધનીય છે કે ગુજરાતીઓનો મોટો વર્ગ કપિલ શર્મા શો જુએ છે અને તેવામાં શોમાં ગુજરાતી પાત્રની એન્ટ્રીથી ગુજરાતીઓને ભારે મજા પડશે. હવે ભાવિકા ભટ્ટ દર્શકોનું કઈ રીતે મનોરંજન કરે છે તે જોવાં માટે તો આ એપિસોડની રાહ જોવી જ રહી.

12 January, 2022 05:45 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ફેબ્રુઆરીના અંત સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો ‘બિગ બૉસ 15’?

શોને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે વધુ છ વાઇલ્ડ કાર્ડને એન્ટ્રી આપવાની ચર્ચા

15 January, 2022 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ’ કોરોના પૉઝિટિવ

અતુલે પોતાની જાતને આઇસોલેટ કરી લીધી છે. હવે તેની ટીમની પણ ટેસ્ટ કરાવવામાં આવશે.

13 January, 2022 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

ગયા મહિને માત્ર બે જ વ્યક્તિને મળ્યો છતાં કોવિડ થયો વીર દાસને

તમને ઍબ્સ કે પછી નૅપ જોતી હોય છે? તમારા શરીરના દરેક ભાગ એકસાથે આવીને આરામ મહેસૂસ કરે છે. આ બધું કહેવાનો ઉદ્દેશ એ છે કે માસ્ક પહેરો અને પ્રોત્સાહન આપો. આશા છે તમે અને તમારો પરિવાર સલામત હશે.’

13 January, 2022 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK