Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આ લવરમૂછિયો ટીવીની ખ્યાતનામ ઍક્ટ્રેસ છે!

આ લવરમૂછિયો ટીવીની ખ્યાતનામ ઍક્ટ્રેસ છે!

15 April, 2021 12:57 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘કુરબાન હુઆ’ની ચાહત પાંચ વર્ષના વાર્તાના જમ્પ પછી આ રીતે છોકરાના કૅરૅક્ટરમાં જોવા મળવાની છે

આ લવરમૂછિયો ટીવીની ખ્યાતનામ ઍક્ટ્રેસ છે!

આ લવરમૂછિયો ટીવીની ખ્યાતનામ ઍક્ટ્રેસ છે!


કોવિડની મહામારી વચ્ચે મોટા ભાગના ટીવી-શોમાં અઢળક ચેન્જ આવ્યા છે અને વાર્તા ફાસ્ટ થઈ ગઈ છે. એવું જ અત્યારે ઝી ટીવીના શો ‘કુરબાન હુઆ’ સાથે પણ થયું છે. નીલ અને ચાહતની લવ સ્ટોરીમાં બ્રેક લેવામાં આવ્યો છે અને એ બ્રેક પછી સીધો પાંચ વર્ષનો જમ્પ આવ્યો છે. આ પાંચ વર્ષના જમ્પમાં બન્ને એકબીજાથી દૂર થઈ ગયાં છે. હવે પાંચ વર્ષ પછી જ્યારે ચાહત એટલે કે પ્રતિભા રંતા ફરીથી જોવા મળશે ત્યારે એક સિખ લવરમૂછિયા તરીકે જોવા મળશે. પ્રતિભાનો લુક એવો તે જબરદસ્ત બન્યો છે કે તેના ફ્રેન્ડ્સ પણ તેને ઓળખી નથી શકતા. પ્રતિભા કહે છે, ‘કુરતા અને પટિયાલામાં બહુ મજા આવે છે, પણ પાઘડી અને મૂછથી એટલી જ તકલીફ પડે છે. પણ મજા આવે છે. જે રીતે છોકરાઓ છોકરી બને અને તેના મૅનરિઝમ્સમાં ફરક પડે જેને લીધે તેમને બહુ તકલીફ પડે એવું જ મારી સાથે બને છે. બૉય્ઝની બૉડી લૅન્ગ્વેજ લાવવામાં મને એક વીક લાગ્યું. બહુ રીટેક ન થાય એ માટે મેં પહેલેથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી હતી.’
પ્રતિભાએ શૂટ શરૂ કર્યું એની પહેલાં એક આખો દિવસ તો છોકરાના જ કૉસ્ચ્યુમમાં બહાર ફરી લીધું હતું અને કોઈને એવો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો કે આ એક છોકરી છે. પ્રતિભા કહે છે, ‘છોકરીમાંથી છોકરો બનવામાં ઓછામાં ઓછા મેકઅપની જરૂર પડશે એવું મને હતું, પણ ના, એમાં પણ ખૂબ વાર લાગે છે. ઓછામાં ઓછો દોઢ કલાક મેકઅપનો અને એટલો જ સમય કૉસ્ચ્યુમ પહેરવામાં થાય, પણ એ બધું કરી લીધા પછી આવે છે મજા. હા, જો મૂછ અને પાઘડી ન હોય તો-તો નિરાંત થઈ જાય.’ મજાની વાત એ કે આપણે ભલે આ ગેટઅપમાં ચાહતને ઓળખી ન શકીએ, પણ નીલ ચાહતને ઓળખી પણ જશે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 12:57 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK