° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


થૅન્ક યુ દાદી

24 June, 2020 09:38 PM IST | Mumbai | Rashmin Shah

થૅન્ક યુ દાદી

થૅન્ક યુ દાદી

કૉમેડિયન કપિલ શર્માના શો ‘ધી કપિલ શર્મા શો’ના ફૅન્સનો તોટો નથી, પણ અમુક-અમુક ફૅન્સ એવા છે જે કપિલ શર્માની છાતી ગદ્ગદ ફુલાવી દે છે. આવા જ એક ફૅન સાથે કપિલનો હમણાં ટ્વિટર પર ભેટો થયો. બન્યું એવું કે પોતાની દાદીનો ફોટો પોસ્ટ કરીને પૌત્રએ આખી કથા લખી. પૌત્રના કહેવા મુજબ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવીને ઘરે આવેલી દાદીને બીજું કશું કરવું નહોતું, કપિલ શર્માનો શો જોવો હતો. કપિલનો શો જોયા પછી પહેલી વાર અમે દાદીના ચહેરા પર સ્માઇલ જોયું, થૅન્ક યુ કપિલ.

ટ્વિટર વાંચીને કપિલની આંખમાં પાણી આવી ગયાં, કપિલ સ્પીચલેસ થઈ ગયો. કપિલ શર્માએ ટ્વિટરનો રિપ્લાય પણ કર્યો અને સાથોસાથ તેણે દાદીના ખબરઅંતર પણ પૂછ્યા, એ પછી પણ કપિલની આંખો પેલા ફોટો પરથી જરાય હટતી નહોતી. કપિલ શર્માની એરોગન્સીની વાતો આખી ઇન્ડસ્ટ્રી કરે છે, શૉર્ટ ટેમ્પર હોવાનું પણ બધા કહે છે, એમ છતાં આ જ કપિલ શર્મા પોતાના પ્રત્યેનો દાદીનો પ્રેમ જોઈને ખરેખર એવો તો ખુશ થઈ ગયો કે તેણે પેલા છોકરાને પર્સનલમાં મેસેજ કરીને દાદીની સાથે વાત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.

24 June, 2020 09:38 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

તારક મેહતા ફેમ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા કેમ પુરુષોથી કરે છે નફરત

શું તમે જાણો છો કે મુનમુનના જીવનમાં એવી ઘટનાઓ ઘડાઇ જેના પછી તેને પુરુષો પ્રત્યે એક પ્રકારની નફરત થવા લાગી છે. અહીં જાણો બબીતાજીના જીવનના કેટલાક કડવા સત્ય...

19 June, 2021 04:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

હવે સિરિયલોમાં પહેલાં જેવી ગ્રૅન્ડ વેડિંગ સેરેમની નથી થતી!

‘વો રહનેવાલી મહલોં કી’, ‘રંજુ કી બેટિયાં’ ફેમ રીના કપૂર કોરોના પહેલાં શૂટ થતી વેડિંગ સીક્વન્સને મિસ કરી રહી છે

18 June, 2021 12:27 IST | Mumbai | Nirali Dave
ટેલિવિઝન સમાચાર

શાદી મેં ઝરૂર આના

‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં છોટી સિમરનાં લગ્ન આ વીકે અજાણતાં જ થઈ જશે પણ એ આખી પ્રક્રિયાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે

18 June, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK