Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શૈલેશ લોઢાની પેમેન્ટ બાકી હોવાની વાતને લઈને પહેલાં ફૉર્માલિટી પૂરી કરવા જણાવ્યું ટીમે

શૈલેશ લોઢાની પેમેન્ટ બાકી હોવાની વાતને લઈને પહેલાં ફૉર્માલિટી પૂરી કરવા જણાવ્યું ટીમે

04 February, 2023 02:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી નીકળી ગયેલા શૈલેશ લોઢાએ તેનું પેમેન્ટ બાકી હોવાની વાત કહી હતી.

 શૈલેશ લોઢા

શૈલેશ લોઢા


તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી નીકળી ગયેલા શૈલેશ લોઢાએ તેનું પેમેન્ટ બાકી હોવાની વાત કહી હતી. હવે એના પર શોની ટીમે તેને ફૉર્માલિટી પૂરી કરવા જણાવ્યું છે. એક વર્ષ પસાર થવા છતાં પણ તેને પેમેન્ટ નથી મળ્યું. એવામાં ટીમે જણાવ્યું છે કે દરેક કંપનીના કેટલાક નિયમો હોય છે અને જે લોકો એની સાથે જોડાયેલા હોય તેમને એનું પાલન કરવાનું હોય છે. સાથે જ તેમણે જણાવ્યું કે ટીમે કોઈ કલાકારનો પગાર અટકાવ્યો નથી, પરંતુ એના માટે પણ ચોક્કસ ફૉર્માલિટીઝ હોય છે. એથી તેને પણ કેટલાંક પેપર્સ પર સાઇન કરીને એ ફૉર્માલિટીઝ પૂરી કરવાની રહેશે. 
આ વિશે તેને સતત જણાવવામાં આવ્યું હતું, પરંતુ તે કોઈ જવાબ નથી આપી રહ્યો. શોના પ્રોજેક્ટ હેડ સુહેલ રામાનીએ કહ્યું કે ‘શૈલેશે જરૂરી ફૉર્માલિટીઝ પૂરી નથી કરી. આ જ કારણસર તેનું પેમેન્ટ રોકવામાં આવ્યું છે. શોના તમામ કલાકારો એક પરિવાર સમાન છે. શૈલેશે જ્યારે શો છોડ્યો ત્યારે પણ મેકર્સ ચૂપ રહ્યા. શોથી મળેલા સંબંધો અને લોકપ્રિયતાને ભૂલી જવાં અયોગ્ય કહેવાય. તેને પણ તેનું મહેનતાણું મળી જશે, પરંતુ એના માટે તેને કેટલાક કાગળપત્રો પર સાઇન કરવાની રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK