° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


TKSS : ઐશ્વર્યા રાય સાથેના જુના ફોટો પર ફેન્સની કમેન્ટ વાંચીને મોહમ્મદ કૈફ શરમાઈ ગયો

24 September, 2021 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કપિલે શોના નવા સેગમેન્ટ ‘પોસ્ટ કા પોસ્ટમોર્ટમ’માં ઐશ્વર્યા રાય બચ્ચન સાથેની મોહમ્મદ કૈફની જુની તસવીર દેખાડે છે

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય : એએફપી)

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય : એએફપી)

‘ધ કપિલ શર્મા શો’ અત્યારે ટીવી પર ધમાલ મચાવી રહ્યો છે અને લોકપ્રિય કૉમેડી શોમાંથી એક છે. આ શોને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દર અઠવાડિયે કોઈ નવા સેલેબ્સ આવે છે અને ધમાલ-મસ્તી કરે છે. શોના આ વિકએન્ડ એપિસોડમાં મહાન દિગ્ગજ ક્રિકેટરો વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) અને મોહમ્મદ કૈફ (Mohammad Kaif) ગેસ્ટ તરીકે આવવાના છે અને તેઓ શોમાં ખુબ મસ્તી કરવાના છે.

વિરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ કૈફના એપિસોડનો પ્રોમો વીડિયો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ચેનલે પોતાના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર શૅર કર્યો છે. જેમાં દેખાય છે કે, કપિલ વિરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફનું સ્વાગત કરે છે અને પુછે છે કે તમે લૉકડાઉનમાં ઘરના કોઈ કામ કર્યા છે? ત્યારે સહેવાગ હસીને જવાબ આપે છે કે, ‘યાર હું નફઝગઢનો નવાબ છું. શું હું કામ કરીશ!’

આ સિઝનમાં કપિલના શોમાં એક નવું સેગમેન્ટ શરુ કરવામાં આવ્યા છું. જેનું નામ છે ‘પોસ્ટ કા પોસ્ટમોર્ટમ’. આ સેગમેન્ટમાં કપુલ ગેસ્ટ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા પોસ્ટ સ્ક્રિન પર દર્શાવે છે અને તેના પર ફેન્સે કરેલી અતરંગી અને ફની કમેન્ટ્સ પણ વાંચીને સંભળાવે છે. સહેવાગ અને કૈફવાળા એપિસોડમાં પણ આ સેગમેન્ટ રાખવામાં આવ્યું હતું. જેમાં કપિલ મોહમ્મદ કૈફની ઐશ્વર્યા રાય બચ્ચન સાથેની જુની તસવીર દેખાડે છે. ફ્લાઈટમાં લેવામાં આવેલી આ તસવીરના કૅપ્શનમાં મોહમ્મદ કૈફે કૅપ્શન આપ્યું છે કે, ‘એક વડંરફુલ વ્યક્તિ સાથે ડિલાઈટફુલ કન્વર્સેશન’. જેના પર એક ફેને કમેન્ટ કરી છે જે કપિલ વાંચીને સંભળાવે છે, ‘ઐશ્વર્યા રાયજી ધ્યાન રાખજો...તેઓ ફિલ્ડિંગમાં બહુ જ સારા છે’. આ સાંભળીને કૈફ શરમાઈ જાય છે અને ખડખડાટ હસી પડે છે.

તે સિવાય આ એપિસોડમાં કપિલ શર્મા મોહમ્મદ કૈફને તેના લગ્નજીવન વિશે પણ પ્રશ્નો કરે છે. કપિલ પુછે છે કે, બહાર ફિલ્ડિંગ કરવાનો ટાઈમ ક્યારે મળી જાય છે તમને? તમે ફિલ્ડર બહુ સારા છો એટલે પુછું છું.

શોનો પ્રોમો જોઈને કહી શકાય છે કે, આ અઠવાડિયે ‘ધ કપિલ શર્મા શો’માં ખુબ મજા આવશે.

24 September, 2021 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

રાહુલ વૈદ્યના ગરબે કી રાત ગીતનો કિર્તીદાન અને રાજભાએ કર્યો વિરોધ, કહ્યું કે..

રાહુલ વૈદ્યના ગરબી ગીતનો કિર્તીદાન સહિતના કલાકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગીતને લઈ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે.

15 October, 2021 02:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

અનુ મલિક નામ કોણે પાડ્યું હતું?

મારી મમ્મી પણ ત્યાં જ હતી. આશાજીએ એવું કહ્યું હતું એથી મારી મમ્મીએ પણ કહ્યું હતું કે તેઓ મને અનુ કહીને જ બોલાવશે. એ દિવસથી દરેક વ્યક્તિ માટે મારું નામ અનુ મલિક પડી ગયું હતું.

14 October, 2021 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે : સાકિબ સલીમ

હું લોભી છું, મને કામની ઇચ્છા હોય છે. પછી ભલે તમે મને થિયેટર્સમાં, લૅપટૉપ કે પછી મોબાઇલની સ્ક્રીનમાં જુઓ, એ તમારી મરજી છે. હું તો માત્ર ઇન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવા માટે મારી જાતને આગળ ધપાવતો રહું છું.

14 October, 2021 06:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK