Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇની બહાર આ સ્થળે શરૂ થયું તારક મેહતાનું શૂટિંગ

મુંબઇની બહાર આ સ્થળે શરૂ થયું તારક મેહતાનું શૂટિંગ

04 May, 2021 05:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના ચાહકો અને શૉના સીનિયર એક્ટર માટે સારા સમાચાર છે. શૉનું શૂટિંગ મુંબઇની બહાર એક રિઝૉર્ટમાં ફરી શરૂ થઈ ગયું છે. શૂટ બાયો બબલ બનાવીને કરવામાં આવી રહ્યું છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


મહારાષ્ટ્રમાં લૉકડાઉન લાગૂ પાડવામાં આવ્યા પછી જ્યાં કેટલાક ટીવી શૉના પ્રૉડ્યૂસર્સે જુદા શહેરોમાં જઇને શૂટ કરવાનો નિર્ણય લીધો તો કેટલાક ટીવી શૉઝે પોતાનું શૂટિંગ અટકાવી દીધું. તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના મેકર્સે પણ શૂટ હોલ્ડ પર રાખ્યું હતું, જેથી આખી કાસ્ટ અને ક્રૂને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બધા વિચારી રહ્યા હતા કે કેવી રીતે બધું સામાન્ય થાય અને તે બધાં કામ પર પાછા જઇ શકે.

હવે ચર્ચા છે કે, "તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા"નું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. શૉના પ્રૉડ્યૂસર આસિત મોદીએ મુંબઇની બહાર જઇને શૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી દર્શકો એન્ટરટેઇન થતાં રહે.



બાયો બબલ બનાવીને થઇ રહ્યું છે શૂટિંગ
`આજતક` સાથેની વાતચીતમાં આસિત મોદીએ જણાવ્યું કે આખી ટીમ સાથે મુંબઇની બહાર એક રિઝૉર્ટમાં બાયો બબલ બનાવીને શૂટ કરી રહ્યા છે. આસિત મોદીએ જણાવ્યું કે બહારથી કોઇપણ વ્યક્તિનું આવવું-જવું બંધ છે. અને તે આખી ટીમ સાથે જરૂરી વસ્તુઓ સાથે અને સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા છે. આસિત મોદીએ જણાવ્યું કે જો મુંબઇથી કોઇ આર્ટિસ્ટ કે ટીમ મેમ્બર આવે પણ છે તો તેણે કોરોના માટે RT-PCR ટેસ્ટ કરાવીને આવવું પડશે.


ખૂબ જ ઓછા ક્રૂ, નાના-મોટી કામ આર્ટિસ્ટ પોતે જ કરી લે છે..
આસિત મોદીએ જણાવ્યું કે તે અને આખી ટીમ મળીને એક-બીજાને સપોર્ટ કરી રહ્યા છે. સેટ પર ખૂબ જ ઓછા ક્રૂ મેમ્બર્સ લાવવામાં આવ્યા છે. નાના-મોટા કામ બધા કલાકાર સાથે મલીને કરી લે છે. આસિત મોદીએ કહ્યું કે તેમની આખી ફેમિલી મુંબઇમાં છે, પણ તે ત્યાં શૂટ પર શૉના કલાકારો સાથે રહી રહ્યા છે. આ પણ તેમની ફેમિલી છે. તે બધાનું ધ્યાન રાખી રહ્યા છે.

શું શૂટ પર થશે `નટ્ટૂ કાકા`નું કમબૅક?
આસિત મોદી પ્રમાણે તેમનું મન નહોતું માનતું કે તે આખી ટીમ સાથે શહેરની બહાર જઇને શૂટ કરે અને તેમનો જીવ જોખમમાં મૂકે, પણ ટીમે તેમને હિંમત આપી. ત્યારે આસિત મોદીએ નિર્ણય લીધો કે તે શૉના કલાકારો સાથે આઉટડોર શૂટ કરશે. જો કે, હજી એ સ્પષ્ટ નથી કે સેટ પર સીનિય કલાકા જેમ કે નટ્ટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું કમબૅક થશે કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK