° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


તારક મેહતા ફેમ ટપ્પૂ અકા રાજ અનડકટે બબીતાજી સાથેના અફેર અંગે કહ્યું આ...

13 September, 2021 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી Munmun Duttaએ સોશિયલ મીડિયા દ્વારા Raj Anadkat સાથેના સંબંધોની ચર્ચાને અફવા જણાવી હતી.

રાજ અનડકટ (ફાઇલ ફોટો)

રાજ અનડકટ (ફાઇલ ફોટો)

સબ ટીવીનો લોકપ્રિય કૉમેડી શૉ Taarak Mehta Ka Ooltah Chashmahના બબીતાજી એટલે કે અભિનેત્રી Munmumn Dutta હાલ Raj Anadkat સાથે રિલેશનશિપની ચર્ચાને લઈને છવાયેલી હતી. તાજેતરમાં જ અભિનેત્રી Munmun Duttaએ સોશિયલ મીડિયા દ્વારા Raj Anadkat સાથેના સંબંધોની ચર્ચાને અફવા જણાવી હતી.

હવે, રાજ અનડકટે પણ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરતા ચાહકો સામે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. રાજે શૅર કરેલી પોસ્ટમાં તેણે લખ્યું છે કે, "આમ તો લોકો સતત મારા વિશે લખી રહ્યા છે, વિચારો કે તમારી પોતે બનાવેલી સ્ટોરીઝ (ખોટી સ્ટોરીઝ)થી મારા જીવનમાં શું પરિણામ આવી શકે છે અને તે પણ મારી સહેમતિ વગર. બધા રચનાત્મક લોકો મહેરબાની કરીને પોતાની રચનાત્મકતાને બીજી તરફ ચેનલાઇઝ કરો, આ તમારી માટે મદદરૂપ સાબિત થશે. ઇશ્વર તેમને સદબુદ્ધિ આપે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

જણાવવાનું કે આ પહેલા મુનમુન દત્તાએ પણ રાજ અનડકટ સાથે સંબંધોને લઈને પોતાની વાત બધાની સામે રજૂ કરી હતી. મુનમુને ટ્રોલર્સ અને મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવા અંગે ખૂબ જ રોષ ઠાલવ્યો છે. તેમણે લખ્યું, મીડિયા અને તેમના ઝીરો ક્રેડિબિલિટીવાળા જર્નાલિસ્ટ. તમને લોકોના નામ પર તેમની પ્રાઇવેટ લાઇફને લઈને કાલ્પનિક આર્ટિકલ્સ છાપવાનો હક કોણે આપ્યો? તમે સેન્સેશનલ આર્ટિકલ, હેડલાઇન માટે કોઇપણ હદ સુધી જઈ શકો છો.

તેમણે આગળ કહ્યું, "જો હવે કોઈ ક્લીનિકલી ડિપ્રેસ થઈ જાય કે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે તો થોભીને વિચારજો કે શું તે પોતાના શબ્દો હતા, જેને કારણે તે વ્યક્તિ એવું પગલું ઉઠાવવા પર મજબૂર થઈ ગઈ. આજે મને પોતાને ભારતની દીકરી કહેતા શરમ આવી રહી છે."

જણાવવાનું કે કેટલાય સોશિયલ મીડિયા યૂઝર્સ Munmun Duttaની તસવીરો પર રાજ અનડકટની કોમેન્ટ જોઇ ઘણીવાર એવું પૂછતા હતા કે બન્ને વચ્ચે ચાલી રહ્યું છું. હવે એ સ્પષ્ટતા થઈ ગયું કે બન્ને સારા મિત્રો છે. Raj Anadkat 24 વર્ષના છે અને Munmun Dutta રાજથી 9 વર્ષ મોટી છે. મુનમુન તાજેતરમાં જ બે મહિનાની રજા બાદ શૉ પર કમબૅક કર્યું છે. બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

13 September, 2021 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

અફઘાનિસ્તાનના ઍરલિફ્ટ મિશન પરથી બનાવવામાં આવશે ‘ગરુડ’

‘આ એક પ્રેરણાત્મક અને દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે જેમાં ભરપૂર ઇમોશન્સ છે. અમે આ સ્ટોરીને એક લાર્જ સ્કેલ પર બનાવવા માગીએ છીએ જેથી સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય મળે.’

16 September, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મીતના પાત્ર માટે કાર રિપેરિંગનું બેઝિક શીખી હતી આશી સિંહ

‘આ શો માટે મેં જ્યારથી હા પાડી છે ત્યારથી મીત મને ચૅલેન્જ આપતી રહી છે. મારા માટે આ પાત્ર ખૂબ જ ચૅલેન્જિંગ છે અને છેલ્લા થોડા મહિનાથી આ પાત્ર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે.

16 September, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

નિધિ ભાનુશાલી અને રૉનિત રૉય જોવા મળશે ‘બિગ બૉસ 15’માં?

ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યા બાદ કેટલાક અદ્ભુત વેબ-શોમાં જોવા મળનાર રૉનિત આ શોમાં જોવા મળે એવી શક્યતા વધુ છે.

16 September, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK