ગડા ઇલેક્ટ્રૉનિક્સ પણ શરૂ થઈ છે એવામાં દુકાન નટ્ટૂ કાકા વગર અધૂરી છે. હવે આ દુકાનમાં નટ્ટૂ કાકા અને બાઘા બન્ને મળીને ફરીથી જેઠાલાલને ખૂબ જ હેરાન કરશે તો તેમના દુઃખ સુખના ભાગીદાર બનશે.

ફાઈલ તસવીર
Taarak Mehta Ka Ooltah Chashmah New Nattu Kaka: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો અને શૉની કાસ્ટ પણ નટ્ટૂ કાકાના પાત્રને ખૂબ જ મિસ કરતી હોવાને કારણે હવે મેકર્સે નવા નટ્ટૂ કાકા શોધી લીધા છે. શૉમાં હવેથી આ પાત્ર જોવા મળશે. શૉના નિર્માતા આસિત મોદીએ (Asit Modi) નવા નટ્ટૂ કાકા સાથે લોકોનો ભેટો કરાવી દીધો છે.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી પોસ્ટ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શૅર કરી નવા નટ્ટૂ કાકાની ઝલક બતાવી છે. આ તસવીરમાં અસિત મોદી સાથે જે શખ્સ ઊભેલ દેખાય છે તે હવે શૉમાં નટ્ટૂ કાકાનો રોલ ભજવતા જોવા મળશે.
View this post on Instagram
એટલે કે એકવાર ફરી આ રસપ્રદ શૉમાં કાકા-ભત્રીજાની જોડી ખૂબ જ રંગ જમાવતી જોવા મળશે. ગડા ઇલેક્ટ્રૉનિક્સ પણ શરૂ થઈ છે એવામાં દુકાન નટ્ટૂ કાકા વગર અધૂરી છે. હવે આ દુકાનમાં નટ્ટૂ કાકા અને બાઘા બન્ને મળીને ફરીથી જેઠાલાલને ખૂબ જ હેરાન કરશે તો તેમના દુઃખ સુખના ભાગીદાર બનશે.
ગયા વર્ષે થયું ઘનશ્યામ નાયકનું નિધન
જણાવવાનું કે આ પાત્ર છેલ્લા 13 વર્ષથી ઘનશ્યામ નાયક ભજવી રહ્યા હતા પણ ગયા વર્ષે તેમનું નિધન થઈ ગયું. તે ઘણાં સમયથી કેન્સરનો સામનો કરી રહ્યા હતા. દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં સુધારો પણ થયો પણ સપ્ટેમ્બરમાં તેમની તબિયત બગડી, તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 3 ઑક્ટોબરના રોજ ઘનશ્યામ નાયકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉ માટે ખૂબ મોટું નુકસાન હતું. ઘનશ્યામ નાયક માત્ર દર્શકોના જ નહીં પણ અન્ય કલાકારોના પણ ફેવરિટ હતા. તેમના અંતિમ સંસ્કારમાં શૉ સાથે જોડાયેલા ચહેરા સામેલ હતા.