Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા ફેમ સોનુ ઉર્ફે પલક સિંધવાનીએ સેટ પર ગાયું આ ગીત

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા ફેમ સોનુ ઉર્ફે પલક સિંધવાનીએ સેટ પર ગાયું આ ગીત

23 June, 2022 04:35 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

પલક પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી રહે છે અને તેને કારણે ચર્ચામાં પણ રહે છે. તાજેતરમાં જ પલક સિંધવાનીએ સેટ પરનો એક વીડિયો શૅર કર્યો છે જેને કારણે તે ચર્ચામાં રહી છે.

પલક સિંધવાની (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

પલક સિંધવાની (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)


તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવતી પલક સિંધવાની સિરીયલમાં તો લોકપ્રિય છે પણ તેની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. પલક પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી રહે છે અને તેને કારણે ચર્ચામાં પણ રહે છે. તાજેતરમાં જ પલક સિંધવાનીએ સેટ પરનો એક વીડિયો શૅર કર્યો છે જેને કારણે તે ચર્ચામાં રહી છે.

પલક સિંધવાનીએ વિશ્વ સંગીત દિવસ નિમિત્તે પોતે અને સેટ પરના પીયુષ દાદા સાથે રેકૉર્ડેડ એક રીલ શૅર કરી છે જે તેણે પોતાના મેકઅપ રૂમમાં બનાવી હતી. આ રીલમાં તે પીયુષ દાદાને પૂછે છે રેડી?, અને પછી પીયુષ દાદા સાથે પલક પણ અજીબ દાસ્તા ગીત ગાતી સાંભળવા મળે છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Palak Sindhwani (@palaksindhwani)


તાજેતરમાં જ વિશ્વ સંગીત દિવસ ગયો છે ત્યારે પલક સિંધવાનીનો આ વીડિયો દર્શાવે છે કે સંગીત તમને કેવી રીતે લોકો સાથે જોડે છે અને કેવી રીતે તમે લોકોનું સન્માન કરી શકો તે દર્શાવે છે. જણાવવાનું કે પલક સિંધવાની ખૂબ જ સારી અભિનેત્રીની સાથે ફિટનેસ ફ્રીક તો છે જ સાથે તે અદ્ભુત ડાન્સર પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 04:35 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK