° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


Taarak Mehta Ka Ooltah Chashmah: મિસિસ સોઢીના રિયલ લાઇફ પતિએ અક્ષય કુમાર સાથે કર્યું છે કામ, જાણો વધુ

12 January, 2022 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેઠાલાલ તરીકે દિલીપ જોશી (Jethalala – Dilip Joshi) થી લઈને બાપુજી તરીકે અમિત ભટ્ટ અને શ્રીમતી રોશન સોઢી (Mrs Roshan Sodhi) તરીકે જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) છે.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (ફાઇલ તસવીર) TMKOC

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (ફાઇલ તસવીર)

મોસ્ટ પૉપ્યુલર ટીવી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah) જે 2008થી સતત દર્શકોની હોટ ફેવરિટ રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે, જેમાં જેઠાલાલ તરીકે દિલીપ જોશી (Jethalala – Dilip Joshi) થી લઈને બાપુજી તરીકે અમિત ભટ્ટ અને શ્રીમતી રોશન સોઢી (Mrs Roshan Sodhi) તરીકે જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) છે.

આજે અમે તમને જેનિફર મિસ્ત્રી બંસીવાલના પતિ મયૂર બંસીવાલની (Mayur Bansiwal) એક એવી વાત જણાવીએ છીએ જે તમે નહીં જાણતા હો. આમ તો મયૂર એક અનુભવી કલાકાર પછે અને ઘણી ટીવી જાહેરાતોમાં જોવા મળી ચૂક્યા છે.

જેનિફરનો પતિ મયૂર પણ ખિલાડી કુમાર કહેવાતા અક્ષય કુમાર સાથે ફિલ્મ `2.0`માં જોવા મળ્યા છે. ફિલ્મમાં મયૂરે પક્ષી રાજનના પિતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ નિર્માતા શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ 2.0 વર્ષ 2018માં રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જો રિપોર્ટ્સને ગણતરીમાં લઇએ તો તે પ્રમાણે તો ફિલ્મે હિન્દીભાષી માર્કેટમાં જ 188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by bobby bansiwal (@bobbybansiwal)

એટલું જ નહીં, મયુર બંસીવાલ સુશાંત સિંહ રાજપૂતની પ્રખ્યાત ફિલ્મ `M.S. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી` ((MS Dhoni: The Untold Story) અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ બાઝારમાં (Baazaar) દેખાયા છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલની વાત કરીએ તો તે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ની શરૂઆતથી જ આ સીરિયલ સાથે જોડાયેલાં છે.

12 January, 2022 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

તારક મહેતામાં દયાબેનની વાપસી અંગે મોટો ખુલાસો, જાણો ક્યારે પાછા આવશે દિશા વાકાણી

દિશા વાકાણીએ વર્ષ 2017માં આ શોને અલવિદા કહ્યું હતું

25 January, 2022 05:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

કૉમેડી કરતાં વધુ શું પસંદ છે કપિલ શર્માને?

હું જ્યારે જીવનમાં ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાનું નક્કી કર્યું હતું. એમાં પણ સૌથી પહેલો ફેંસલો તેની સાથે લગ્ન કરવાનો હતો. આજે હું નસીબદાર છું કે મારી પાસે બે બાળકો છે.’

25 January, 2022 01:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કૅટરિના કૈફ બની ગઈ છે ‘પંજાબ કી કૅટરિના’ : શહનાઝ ગિલ

શહનાઝે ‘બિગ બૉસ 13’માં ભાગ લીધો હતો અને એ રિયલિટી શો દરમ્યાન તેના સંબંધો સિદ્ધાર્થ શુક્લા સાથે વધ્યા હતા

24 January, 2022 03:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK