Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > `તારક મેહતા` પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે આસિત મોદી? ફૅનના પ્રશ્નનો આપ્યો જવાબ

`તારક મેહતા` પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે આસિત મોદી? ફૅનના પ્રશ્નનો આપ્યો જવાબ

15 June, 2021 03:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લૉકડાઉન પછી શૉના પ્રૉડ્યૂસર આસિત મોદીએ એનિમેટેડ TMKOC લૉન્ચ કર્યું છે. તો હવે ચર્ચા છે કે શૉના મેકર્સ તારક મેહતા પર ફિલ્મ પણ બનાવી શકે છે. આ વિશે પોતે શૉના પ્રૉડ્યૂસર આસિત મોદીએ આ તરફ ઇશારો કર્યો છે

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા


શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો ફેવરિટ શૉ છે. આ શૉના રિપીટ ટેલિકાસ્ટ પણ ચાહકો સંપૂર્ણ એક્સાઇટમેન્ટથી જુએ છે. લૉકડાઉન પછી શૉના પ્રૉડ્યૂસર આસિત મોદીએ એનિમેટેડ TMKOC લૉન્ચ કર્યું. તો હવે ચર્ચા છે કે શૉના મેકર્સ તારક મેહતા પર ફિલ્મ પણ બનાવી શકે છે. આ વિશે પોતે પ્રૉડ્યૂસર આસિત મોદીએ સંકેત આપ્યા છે.

હાલ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આસિત મોદી ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તારક મેહતાના ચાહકો શૉ સાથે જોડાયેલી કેટલાય લોકોને TMKOCને લઈને અનેક પ્રશ્નો કરે છે. ક્યારેક દયા બેનના કમબૅકને લઈને તો ક્યારેક પોપટ લાલના લગ્નને લઈને. આ વખતે એક ચાહકે આસિત મોદીને રિક્વેસ્ટ કરી છે કે, "પ્લીઝ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પર એક ફિલ્મ પણ બનાવોને. આ શૉ વર્લ્ડનો બેસ્ટ શૉ છે. આના ફિલ્મ બનાવો અને ઇતિહાસ ઘડોય અમે તે ફિલ્મને સુપરહિટ બનાવશું."



શૉના ફેનનો મેસેજ જ્યારે આસિત મોદી સુધી પહોંચ્યો તો તેમણે આ ફેનને જવાબ આપ્યો. રી-ટ્વીટ કરીને આસિત મોદીએ પોતાના જવાબમાં એક ઇશારો કર્યો. આસિત મોદીએ લખ્યું, "યેસ." તારક મેહતા શૉના પ્રૉડ્યૂસરની આ પોસ્ટને અનેક રિએક્શન મળી રહ્યા છે. લોકોએ આસિત મોદીને કોમેન્ટ બૉક્સમાં જુદાં-જુદાં આઇડિયાઝ આપવાનું શરૂ કરી દીધું છે.



કેદાર નામના યૂઝરે લખ્યું, "પ્લીઝ પ્લીઝ સ્ટોરી એકદમ શૉર્ટ બનાવજો ન કે ચીવીંગગમની જેમ ખેંચાય એવી." અમન ભંડારી નામના યૂઝરે લખ્યું, "અરે આ ત્યાં સુધી વ્યૂઅર્સની નહીં સાંભળે જ્યાં સુધી તેમની ટીઆરપી 0 ન થઈ જાય."

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK