Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મેહતાની આ એક્ટ્રેસ લીધી કોરોના વેક્સીન, શૅર કરી તસવીર

તારક મેહતાની આ એક્ટ્રેસ લીધી કોરોના વેક્સીન, શૅર કરી તસવીર

07 April, 2021 04:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી અંબિકાએ પણ કોરોના વેક્સીનનો પહેલો ડૉઝ લઈ લીધો છે. અંબિકાએ લખ્યું, અને પહેલો ડૉઝ લેવાઇ ગયો. કદાચ જ કોઇક વેટિંગ ટાઇમ હોય. સુપર મેનેજમેન્ટ અને અરેન્જમેન્ટ

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા (ફાઇલ ફોટો)

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા (ફાઇલ ફોટો)


એક તરફ જ્યાં દેશમાં કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે, તો બીજી તરફ વેક્સિનેશનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટાર્સ પણ વેક્સીન લઈને પોતાને સેફ કરી રહ્યા છે. આ દરમિયાન, મુંબઇમાં અનેક ફિલ્મ અને ટીવી એક્ટર્સ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, ઝડપથી નવા કેસ સામે આ્યા છે. તો કેટલાક સ્ટાર્સે વેક્સીનેશન પણ કરાવી લીધું છે. હવે તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા ફેમ એક્ટ્રેસ અંબિકાએ પણ કોરોના વેક્સીનનો પહેલો ડૉઝ લઈ લીધો છે.

અંબિકાએ શૅર કરી આ પોસ્ટ
અંબિકાએ લખ્યું, "અને પહેલો ડૉઝ લેવાઇ ગયો. દાચ જ કોઇ વેઇટિંગ ટાઇમ હોય સુપર મેનેજમેન્ટટ અને અરેન્જમેન્ટ #vaccinationdone #vaccine #selfcare #1stdosedone #covishield" જણાવવાનું કે અંબિકા શૉમાં કોમલ હાથીનું પાત્ર ભજવે છે. તે શૉમાં શરૂઆતથી જ છે. કોમના પાત્રને ખૂબ જ સારો રિસ્પૉન્સ મળે છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambika?‍??‍⚕️?‍♀️?? (@hasmukhi)


તારક મેહતામાં પણ ગયા અઠવાડિયે કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગયા અઠવાડિયે તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં માસ્ટર ભિડેનું પાત્ર ભજવનાર મંદારને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. ત્યાર બાદ તેમણે શૂટિંગ અટકાવી દીધું અને સારવાર કરાવવા ગયા હતા. ઘણાં દિવસોથી ભિડે શૉમાં નથી અને ચાલુ સ્ટોરીને એક વળાંક પણ આપવો પડ્યો હતો.


આ સિતારાઓએ લીધી કોરોના વેક્સિન
તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં જ લીડ કેરેક્ટર પ્લે કરતા અભિનેતા દિલીપ જોશીએ પણ તાજેતરમાં જ કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લઈ લીદો છે. આ સિવાય અનેક ટીવી સ્ટાર્સ સતત વેક્સીન લઈ રહ્યા છે. ટેલીવિઝન એક્ટર રામ અને ગૌતમી કપૂર, અર્ચના પૂરણ સિંહ, સતિન પિંલગાંવકરે પણ વેક્સીનનો પહેલો ડૉઝ લઈ લીધો છે. સિંગર વિશાલ ડડલાનીએ પણ પહેલો ડૉઝ લઈ લીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK