° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


KBCમાં તારક મહેતાની સ્ટાર કાસ્ટ, જેઠાલાલે કર્યુ એવું કે બિગ બી રહી ગયા દંગ

05 December, 2021 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી, બાપુજી તરીકે અમિત ભટ્ટ અને પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક અને શોના સર્જક અસિત કુમાર મોદી અમિતાભ બચ્ચન સાથે રમત રમતા જોવા મળશે.

તસવીરઃ મિડ-ડે

તસવીરઃ મિડ-ડે

અમિતાભ બચ્ચન(Amitabh bachchan)ક્યારેક ક્યારેક તેમના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun banega crorepati)માં સેલિબ્રિટી મહેમાનોને હોસ્ટ કરે છે. આ વખતે અમિતાભ બચ્ચન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak mehta ka ooltah chashmah)ની ટીમ સાથે રમત રમતા જોવા મળશે. શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી, બાપુજી તરીકે અમિત ભટ્ટ અને પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક અને શોના સર્જક અસિત કુમાર મોદી અમિતાભ બચ્ચન સાથે રમત રમતા જોવા મળશે. તે જ સમયે, શોના વધુ કલાકારો દર્શકોમાં બેસીને મસ્તી કરતા જોવા મળશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

તાજેતરમાં, આગામી ફેબ્યુલસ ફ્રાઈડે એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર કાસ્ટ કૌન બનેગા કરોડપતિ 13માં આવશે. અમિતાભ બચ્ચન તારક મહેતાની આખી ટીમથી ઘેરાયેલા છે, જેને જોઈને તેઓ કહે છે કે તમે 21 લોકો છો. એ પછી જેઠાલાલ બેઠકનો પ્લાન સમજાવે છે. બે લોકો ત્યાં બેસીને બાકીના લોકોને હેરાન કરવાની વાત કરશે. પોપટ લાલ અમિતાભ બચ્ચનને કહે છે, સર, તમે મારા લગ્ન કરાવી શકો છો. હું લોટ બાંધી શકું છુ અને લોકડાઉનમાં ઝાડુ-પોછા પણ કરી લવ છું.  પોપટલાલની વાત સાંભળીને અમિતાભ બચ્ચન ખૂબ હસવા લાગે છે.

બીજા સેગમેન્ટમાં જેઠાલાલ અને બાપુજી હોટ સીટ પર બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન બ્રેકની જાહેરાત કરે છે. દિલીપ જોશી ઘણું બધું ખાવાનું લઈને આવે છે, જેને જોઈને અમિતાભ દંગ રહી જાય છે. પ્રોમોમાં શોની આખી કાસ્ટ ગરબા રમતી જોવા મળી રહી છે. એપિસોડ જેનો પ્રોમો સોની ટીવી દ્વારા શેર કરવામાં આવ્યો છે તે 10 ડિસેમ્બરે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આગામી એપિસોડમાં, કૌન બનેગા કરોડપતિ 13 સ્ટેજ પર ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે.

05 December, 2021 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ભોપાલમાં શ્વેતા તિવારી વિરુદ્ધ FIR દાખલ, બ્રાની સાઈઝવાળા વિવાદની આ છે હકીકત

અભીનેત્રી શ્વેતા તિવારી બ્રાની સાઈઝ વાળા નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. અભિનેત્રી વિરુદ્ધ ભોપાલમાં FIR દાખલ કરવામાં આવી છે.

28 January, 2022 01:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મિથ્યા’ લઈને આવી રહી છે હુમા

‘સમય આવી ગયો છે કે અફવાઓને બંધ કરવામાં આવે. તમામ ધૂતારાઓ અને જુઠ્ઠા લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ખોટી દુનિયાને અમે ‘મિથ્યા’માં દેખાડીશું. Zee5 પર જલદી જ જોવા મળશે.’

28 January, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મોર્યા ફૅમિલી લઈને આવી ‘સબ સતરંગી’

મનુના પિતાનું પાત્ર ભજવતા દયા શંકર પાન્ડે જાદુગર બનવા માગતા હોય છે. આથી આ મોર્યા ફૅમિલીની દરેક વ્યક્તિ બહુ જલદી દર્શકોને મનોરંજન પૂરું પાડવા આવી રહી છે.

28 January, 2022 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK