Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘વાગ્લે કી દુનિયા’નું શૂટિંગ અટકતાં જૂના એપિસોડ રજૂ કરવામાં આવશે

‘વાગ્લે કી દુનિયા’નું શૂટિંગ અટકતાં જૂના એપિસોડ રજૂ કરવામાં આવશે

11 April, 2021 02:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોના સેટ પર કેટલાક પૉઝિટિવ કેસ મળી આવ્યા છે

વાગ્લે કી દુનિયા

વાગ્લે કી દુનિયા


‘વાગ્લે કી દુનિયા’ના સેટ પર કેટલાક લોકોને કોરોના થતાં શોનું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે. આ શો ૯૦ના દાયકામાં દૂરદર્શન પર આવતા ‘વાગ્લે કી દુનિયા’નું રીબુટ છે. એ વખતે શોમાં અંજન શ્રીવાસ્તવ અને ભારતી આચરેકર લીડ રોલમાં હતાં. આ નવી સીઝનના શોમાં પણ તેઓ જોવા મળી રહ્યાં છે. શોમાં સુમીત રાઘવન તેમનો દીકરો છે. તેની સાથે પરિવા પ્રણતી, ચિન્મય સાળવી અને શિહાન કપાહી લીડ રોલમાં છે. આ વર્ષે ૮ ફેબ્રુઆરીએ સબ ટીવી પર શરૂ થયેલા આ શોને આતિશ કાપડિયાએ ડિરેક્ટ કર્યો છે. શોનું શૂટિંગ બંધ થતાં જ્યાં સુધી ફ્રેશ એપિસોડનું શૂટિંગ શરૂ નહીં થાય ત્યાં સુધી જૂના બેસ્ટ એપિસોડ ઑન-ઍર કરવામાં આવશે. આ વાતની માહિતી ટ્વિટર પર આપતાં શોના મેકર જે. ડી. મજીઠિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘અમારા શોના સેટ પર કેટલાક પૉઝિટિવ કેસ મળી આવ્યા છે એથી તેમની હેલ્થ અને તેમના આરોગ્ય માટે અમે શૂટિંગમાં બ્રેક લીધો છે. અમે ફ્રેશ એપિસોડ્સ સાથે ફરી પાછા ફરીશું. સૌની સલામતી અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK