Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શહેનાઝ ગિલને જન્મદિવસે ભાઇએ કર્યુ ઇમોશન્સથી ભરપુર વિશ, જુઓ વીડિયો

શહેનાઝ ગિલને જન્મદિવસે ભાઇએ કર્યુ ઇમોશન્સથી ભરપુર વિશ, જુઓ વીડિયો

27 January, 2022 06:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહબાઝે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની બહેનની બિગ બૉસની સફરને યાદ કરી છે, જ્યારે તે તેની બહેનને સપોર્ટ કરવા માટે ઘરમાં પ્રવેશ્યો હતો

શહેનાઝ ગિલ - ઇન્સ્ટાગ્રામ

શહેનાઝ ગિલ - ઇન્સ્ટાગ્રામ


શહેનાઝ ગિલ (Shehnaaz Gill) મૂળે પંજાબની છે અને ત્યાંની કેટરિના કૈફ કહેવાય છે. તેણે પોતાના કામથી લોકોના દિલ જીતી લીધાં છે. 27 જાન્યુઆરી તેનો જન્મદિવસ છે. શહેનાઝ સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) ગળાડુબ પ્રેમમાં હતી અને એક્ટરના અચાનક મૃત્યુ પછી તેને જિંદગી વિખેરાઇ ગઇ. સિદ્ધાર્થના મોત પછી તેનો આ પહેલો જન્મદિવસ છે.

આજે શહેનાઝના ભાઈ શાહબાઝે તેની બહેનનો એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શહેનાઝ ગિલ આજે 28 વર્ષની થઈ ગઈ છે. શાહબાઝે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની બહેનની બિગ બૉસની સફરને યાદ કરી છે, જ્યારે તે તેની બહેનને સપોર્ટ કરવા માટે ઘરમાં પ્રવેશ્યો હતો. તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં તેણે પોતાનું ગીત મૂક્યું છે. ગીતના બોલ છે- `મેં તેરા ભાઈ તુ મેરી બેહના`.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHEHBAZ BADESHA (@badeshashehbaz)


શાહબાઝે પોતાની બહેનને આ ખાસ દિવસે સ્પેશયલ ફીલ કરાવવાનું ટ્રાય કર્યો છે. જ્યારે ભાઈએ કેપ્શનમાં લખ્યું- `હેપ્પી બર્થડે મારી બહેન... હું ગર્વથી કહી શકું છું તારા વિના કે હું કંઈ નથી. લવ યુ. આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે… રબ કરે તેનુ મેરી વી ઉંમર લગ જાયે. આ સાથે તેણે કેટલાક ઈમોજી પણ શેર કર્યા છે. આપ સૌને એ પણ જણાવી દઈએ કે શહનાઝ ગિલ ટૂંક સમયમાં ફરી એકવાર બિગ બોસમાં જોવા મળવાની છે. વળી બિગ બૉસ સીઝન 15 ના ફિનાલેમાં, સના તેના મિત્ર સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. હાલમાં જ આ શોનો પ્રોમો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકોની ગળગળા થઇ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK