Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ 15’માં શમિતા શેટ્ટી, ડોનલ બિશ્ત અને અસીમ રિયાઝ કન્ફર્મ

‘બિગ બૉસ 15’માં શમિતા શેટ્ટી, ડોનલ બિશ્ત અને અસીમ રિયાઝ કન્ફર્મ

25 September, 2021 02:26 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રતીક સહજપાલ પણ આ શોમાં જોવા મળશે

શમિતા શેટ્ટી,  ઉમર રિયાઝ, ડોનલ બિશ્ત

શમિતા શેટ્ટી, ઉમર રિયાઝ, ડોનલ બિશ્ત


‘બિગ બૉસ 15’માં શમિતા શેટ્ટી, ટેલિવિઝન ઍક્ટ્રેસ અને મૉડલ ડોનલ બિશ્ત, એક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ અસીમ રિયાઝનો ભાઈ ઉમર રિયાઝ અને નિશાંત ભટ્ટની એન્ટ્રી કન્ફર્મ છે. પ્રતીક સહજપાલ પણ આ શોમાં જોવા મળશે. આ સાથે જ રૉનિત રૉય, મીરા દેવસ્થલે, નમિત ખાન અને નિધિ ભાનુશાલીને પણ ઑફર કરવામાં આવી છે. ‘બિગ બૉસ OTT’ની વિજેતા દિવ્યા અગરવાલ પણ જોવા મળે એવી શક્યતા છે. બીજી ઑક્ટોબરે આ શો કલર્સ પર શરૂ થવાનો છે. ‘બિગ બૉસ OTT’ હાલમાં જ પૂરો થયો છે. ‘બિગ બૉસ 15’ની લૉન્ચ ઇવેન્ટને એક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ્સ દેવોલીના ભટ્ટાચાર્જી અને આરતી સિંહ હોસ્ટ કરશે. દેવોલીના અને આરતી બે ટીમમાં વહેંચાઈ ગઈ છે અને કૅપ્ટન બની છે. તેમને એક ટાસ્ક આપવામાં આવશે કે જંગલમાં કેવી રીતે બચી શકાય છે. એથી જ ‘બિગ બૉસ 15’ની ટૅગલાઇન ‘સંકટ ઇન જંગલ, ફૈલાએંગે દંગલ પે દંગલ’ રાખવામાં આવ્યું છે. સાથે જ અન્ય ટાસ્ક જેવા કે છત બનાવવા માટે ચા બનાવવાની અને વરસાદમાં બચવાનું રહેશે. આ એક ટાસ્ક દરમ્યાન આરતી હવામાં ઝૂલતી દેખાશે. દેવોલીના અને આરતી બન્ને ટ્રેડિશનલ ડાન્સ પર્ફોર્મ કરતી પણ જોવા મળશે. જંગલમાં એક સુંદર ‘વિશ્વસુનદરી’ બનાવવામાં આવ્યું છે. ‘બિગ બૉસ 15’ના પ્રોમોમાં આ ઝાડ દેખાડવામાં આવ્યું છે અને રેખાએ વૉઇસઓવર સાંભળવા મળી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 02:26 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK