અપકમિંગ સિરીઝ ‘ધ લાસ્ટ અવર’માં શહાના ગોસ્વામી કારકિર્દીમાં પહેલી વખત કોપ તરીકે જોવા મળશે
શહાના ગોસ્વામીની બકેટ લિસ્ટની ઇચ્છા થઈ પૂરી!
છેલ્લે મીરા નાયરની મિની વેબ સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં દેખાયેલી ઍક્ટ્રેસ શહાના ગોસ્વામી ઍમેઝૉન પ્રાઇમ પર ૧૪ મેએ રિલીઝ થનારી સિરીઝ ‘ધ લાસ્ટ અવર’માં લિપિકા બોરાનું પાત્ર ભજવી રહી છે. હિમાચલ પ્રદેશના એક શહેરમાં આકાર લેતી ‘ધ લાસ્ટ અવર’ની વાર્તામાં તંત્રવિદ્યા જાણનાર વ્યક્તિ રહસ્યમય મર્ડરરને પકડવા પોલીસ સાથે હાથ મિલાવે છે. તે કોપના પાત્રમાં ઍક્ટર સંજય કપૂર અને ઍક્ટ્રેસ શહાના ગોસ્વામી છે. શહાનાએ પહેલી વખત પોલીસનું કૅરૅક્ટર પ્લે કર્યું છે. શહાના ગોસ્વામીએ કહ્યું કે ‘હું ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતાં દંગ રહી ગઈ હતી. લાગતું હતું જાણે હું કોઈ મૂકી ન શકાય એવી થ્રિલર નૉવેલ વાંચી રહી છું. મને સ્ક્રિપ્ટમાં વર્ણન કરેલી તંત્રવિદ્યાની કૉમ્પ્લેક્સ પદ્ધતિ ખૂબ પસંદ પડી. એ કહેવાની સ્ટાઇલ મને સટલ લાગી.’ શહાના ગોસ્વામી સાથે ‘ધ લાસ્ટ અવર’માં સંજય કપૂર સહિતના કલાકારો છે. શહાનાએ જણાવ્યું કે ‘મેં મારીં જિંદગીમાં કોપનું કૅરૅક્ટર પ્લે નથી કર્યું. એટલે આ પાત્રની ઑફર મારા માટે મોટી વાત હતી. મેં ક્યારેય બંદૂક નહોતી પકડી જીવનમાં, અને અહીં મને સાચી બંદૂક પકડવા મળી! આ શો થકી મારા બકેટ લિસ્ટમાં એક ટિક ઉમેરાઈ ગઈ!’