° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


ચિડિયા ઉડ, ફુર્ર...

17 June, 2021 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હા, નાના હતા ત્યારે આ જે રમત આપણે રમતા એ રમત ‘તુઝસે હૈ રાબ્તા’ના લીડ સ્ટાર કલ્યાણી અને મલ્હાર દરરોજ રમે છે

અનુપ ઉપાધ્યાય

અનુપ ઉપાધ્યાય

ઝીટીવીના શો ‘તુઝસે હૈ રાબ્તા’ના સેટ પર જઈને જોવામાં આવે તો તમને હસવું આવ્યા વિના રહે નહીં. હા, સાચે જ. કારણ કે શોના લીડ સ્ટાર અને લાખોની ફી લેતા સ્ટાર્સ કલ્યાણી અને મલ્હાર એટલે કે રીમ શેખ અને સેહબાન આઝીમ દરરોજ ફ્રી ટાઇમમાં ‘ચકલી ઊડે, ફુર્‍ર્‍ર્...’વાળી રમત રમતાં હોય છે. રમત રમે પણ ખરાં અને જે ભૂલ કરે તેને પનિસમેન્ટના રૂપમાં પેલો બે હાથ જોડીને જે માર મારવામાં આવતો એ માર પણ મળે. સેહબાન કહે છે, ‘એક વાર અમે એમ જ વાત કરતાં નાનપણની વાતો કરવા માંડ્યાં કે નાનાં હતાં ત્યારે કેવી મજા આવતી, એમાં રીમને આ ‘ચિડિયા ઉડ’વાળી ગેમ યાદ આવી અને અમે ટાઇમપાસ માટે રમ્યાં. પછી તો અમને એવી આદત પડી ગઈ કે હવે બે સીન વચ્ચે ટાઇમ હોય એટલે રમવા બેસી જઈએ.’

આ રમતમાં મોટા ભાગે કલ્યાણી જીતે છે અને મલ્હારના ભાગે પનિસમેન્ટ આવે છે. કલ્યાણી એટલે કે રીમ કહે છે, ‘એ રમવામાં એટલો મશગૂલ થઈ જાય કે બધાને ઉડાડવાનું કામ કરે. ચકલી અને કાગડાની સાથે એ પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પણ ઉડાડી દે અને પછી પનિશમેન્ટ સહન કરવી પડે.’

સેહબાનના કહેવા મુજબ રીમનો હાથ બહુ ભારે છે. એ મારે ત્યારે રીતસર તેનો હાથ લાલ થઈ જાય છે.

17 June, 2021 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

31 July, 2021 04:20 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

‘ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું’

આવું કહેનાર રણધીર કપૂરે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્ટેજ પર દરેકને લસ્સીની લહાણી કરાવી હતી

31 July, 2021 04:12 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

જામશે મ્યુઝિકલ માહોલ

લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ, પેપોન લઈને આવશે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’

31 July, 2021 04:05 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK