Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાહત અને રણબીર ફરી આમને-સામને

રાહત અને રણબીર ફરી આમને-સામને

23 June, 2021 12:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પંચ બીટ’ની બીજી સીઝન ૨૭ જૂને આવશે : પ્રિયાંક શર્મા અને સિદ્ધાર્થ શર્માની હરીફાઈ હવે વધુ તીવ્ર બનશે

રાહત અને રણબીર ફરી આમને-સામને

રાહત અને રણબીર ફરી આમને-સામને


૨૦૧૯માં આવેલી અલ્ટ બાલાજીની સિરીઝ ‘પંચ બીટ’ ટીનેજર્સમાં લોકપ્રિય બની છે. આ રોમૅન્સ ડ્રામા શોની બીજી સીઝન ૨૭ જૂને રિલીઝ થવાની છે. ‘પંચ બીટ’માં દેહરાદૂન સ્થિત એક હાઈ સ્કૂલની વાત છે જે બૉક્સિંગ, ડાન્સિંગ, ડિસિપ્લિન માટે જાણીતી છે અને અહીં સ્ટુડન્ટ્સ હરીફાઈ, રોમૅન્સ અને ઍડ્વેન્ચરનો અનુભવ કરે છે. આ શોમાં હર્ષિતા ગોર, સિદ્ધાર્થ શર્મા, પ્રિયાંક શર્મા, ખુશી જોશી, સંયુક્તા હેગડે, સમીર સોની, નિકી વાલિયા, જયતી ભાટિયા, ક્રિષ્ના કૌલ વગેરે કલાકારો છે. શોમાં એકબીજાના કટ્ટર હરીફ એવા રણબીર (સિદ્ધાર્થ શર્મા) અને રાહત (પ્રિયાંક શર્મા)ની બૉક્સિંગ અને પર્સનલ રાઇવલરી બીજી સીઝનમાં ઇન્ટેન્સ થવાની છે.
રાહત અને રણબીર પહેલી સીઝનથી જ ગેમ હોય કે ગર્લફેન્ડ, હંમેશાં એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા છે. એટલું જ નહીં, તાજેતરમાં આ બન્ને કલાકારો વચ્ચે રિયલ લાઇફમાં પણ અણબનાવ છે એવા સમાચાર હતા. 
બીજી સીઝનમાં પદ્‍મિની અને રાહત પ્રેમી તરીકે જોવા મળશે, તો રણબીર અને મીશા સારા મિત્રો બની જશે. પહેલી સીઝનની જેમ બીજીમાં પણ એક મર્ડર થવાનું છે એટલે રોમૅન્સ સાથે મિસ્ટરી પણ જોવા મળશે. આ સિરીઝને અઢળક ટીવી-શો લખનારા વિકાસ ગુપ્તાએ ક્રીએટ કરી છે. પહેલી સીઝનને સુયશ વાધવકરે ડિરેક્ટ કરી હતી, તો બીજી સીઝનના ડિરેક્ટર અક્ષય ચૌબે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK