Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રવિ સુબ્રમણ્યમની નૉવેલ આધારિત સિરીઝમાં સત્યજિત દુબેની એન્ટ્રી

રવિ સુબ્રમણ્યમની નૉવેલ આધારિત સિરીઝમાં સત્યજિત દુબેની એન્ટ્રી

10 May, 2021 12:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિ સુબ્રમણ્યમની ‘ધ બેસ્ટસેલર શી રોટ’ નામની નવલકથા પરથી આ સિરીઝ હાલ બની રહી છે

સત્યજીત દૂબે

સત્યજીત દૂબે


‘ઑલ્વેઝ કભી કભી’ ફેમ સત્યજિત દુબે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની અપકમિંગ વેબ-સિરીઝમાં જોવા મળશે. લેખક અને વ્યવસાયે બૅન્કર એવા રવિ સુબ્રમણ્યમની નૉવેલ ‘ધ બેસ્ટસેલર શી રોટ’ પરથી થોડા સમય પહેલાં વેબ-સિરીઝના રૂપાંતરની જાહેરાત થઈ હતી. ઍમેઝૉન માટે બની રહેલી આ સિરીઝનું નામ હજી ફાઇનલ નથી થયું, પણ એમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી, અન્નુ કપૂર, શ્રુતિ હાસન, ગૌહર ખાન, અર્જન બાજવા સહિતના કલાકારો મહત્ત્વના રોલમાં જોવા મળવાના છે. આ યાદીમાં સત્યજિત દુબેની એન્ટ્રી થઈ છે. સત્યજિત દુબેએ ‘પ્રસ્થાનમ’, ‘ટૉઇલેટ ઃ એક પ્રેમકથા’ જેવી ફિલ્મો તેમ જ ‘ઝાંસી કી રાની’, ‘મહારાજ કી જય હો’ જેવા ટીવી-શોમાં અભિનય કર્યો છે અને હવે તે ડિજિટલ ડેબ્યુ કરશે.
‘ધ બેસ્ટસેલર શી રોટ’ની વાર્તા આદિત્ય કપૂર નામના પૉપ્યુલર નૉવેલિસ્ટની આસપાસ ફરે છે જેની જિંદગીમાં એક મહત્ત્વાકાંક્ષી યુવતીની એન્ટ્રી થાય છે, જેને બેસ્ટસેલર નૉવેલિસ્ટ બનવું હોય છે. રવિ સુબ્રમણ્યમ પોતે વ્યવસાયે બૅન્કર હોવાથી અઢળક બૅન્કર અને બૅકિંગ વિશેની થ્રિલર નૉવેલ તેમણે લખી છે અને એ વાચકોમાં પૉપ્યુલર બની છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK