Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'બિગ બૉસ 6' ફૅમ અભિનેત્રી સના ખાને ધર્મ માટે શો બિઝનેસને કહ્યું ગુડ બાય

'બિગ બૉસ 6' ફૅમ અભિનેત્રી સના ખાને ધર્મ માટે શો બિઝનેસને કહ્યું ગુડ બાય

09 October, 2020 05:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'બિગ બૉસ 6' ફૅમ અભિનેત્રી સના ખાને ધર્મ માટે શો બિઝનેસને કહ્યું ગુડ બાય

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


'બિગ બૉસ 6' ફૅમ મૉડલ, ડાન્સર અને અભિનેત્રી 32 વર્ષીય સના ખાન (Sana Khan)એ શો બિઝનેસ છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. તેણે બૉલીવુડ અને અભિયનને ગુડ બાય કહી દીધું છે. આ વાતની જાણ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી.

સના ખાને સોશ્યલ મીડિયા પર રોમન, અંગ્રેજી અને અરબીમાં એક પોસ્ટ લખી છે. જેમા તેણે લખ્યું છે કે, 'ભાઈઓ તથા બહેનો, આજે હું મારી જિંદગીના એક મહત્ત્વના પડાવ પર તમારી સાથે વાત કરી રહી છે. હું વર્ષોથી શો બિઝની જિંદગી જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારનો ફેમ, ઈજ્જત અને પૈસો મારા ફેન્સ પાસેથી નસીબ થયો જેના માટે હું આભારી છું, પરંતુ હવે થોડા દિવસથી એ વિચાર મારા પર હાવી થઈ ગયો છે કે માણસનો દુનિયામાં આવવાનો હેતુ શું માત્ર એ જ છે કે તે પૈસા અને નામ કમાય? શું તેની આ જવાબદારી નથી કે તે પોતાની જિંદગી તે લોકોની સેવામાં પસાર કરે જે નિરાધાર અને નિઃસહાય છે? શું માણસે એ ન વિચારવું જોઈએ કે તેનું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે? અને મૃત્યુ બાદ તે શું બનવાના છે? આ બે સવાલના જવાબ, હું ઘણા સમયથી શોધી રહી છું. ખાસ કરીને આ બીજા સવાલનો જવાબ કે મર્યા પછી મારું શું થશે. આ સવાલનો જવાબ મેં જ્યારે મારા ધર્મમાં શોધ્યો તો મને ખબર પડી કે દુનિયાની આ જિંદગી હકીકતમાં મર્યા પછીની જિંદગીને બેટર બનાવવા માટે છે અને એ આનાથી સારી હશે'.




તેણે વધુમાં લખ્યું હતું કે, 'માટે આજે હું આ જાહેર કરું છું કે આજથી હું મારી શો બિઝ લાઈફ છોડીને માણસાઈની સેવા અને મને પેદા કરનારાના હુકમ પર ચાલવાનો નિર્ણય લઉં છું. તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તેઓ મને શો બિઝના કોઈપણ કામ માટે આમંત્રણ ન આપે. ખૂબ ખૂબ આભાર'.


આ પણ જુઓ: HBD સના ખાન: 'બિગ બૉસ 6' ફૅમ મૉડેલનું બાળપણ ધારાવીમાં વીત્યું છે

તમને જણાવી દઈએ કે, સના ખાન પહેલા 'દંગલ' ફિલ્મ ફૅમ અભિનેત્રી ઝાયરા વસીમે પણ જૂન 2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. આ માટે તેણે પણ ધર્મને જ કારણ ગણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK