Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુંબઈ પોલીસને સલામ

24 July, 2021 11:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝી ટીવી પર શરૂ થઈ રહેલા આ શોના પહેલા એપિસોડમાં મુંબઈ પોલીસને આમંત્રણ આપવામાં આવ્યું હતું

કોરોનામાં પોલીસે જે પ્રકારે જવાબદારીથી કામ કર્યું છે એ માટે તેમને સલામી આપવામાં આવી

કોરોનામાં પોલીસે જે પ્રકારે જવાબદારીથી કામ કર્યું છે એ માટે તેમને સલામી આપવામાં આવી


‘ઝી કૉમેડી ફૅક્ટરી’એ હાલમાં જ મુંબઈ પોલીસને સલામી આપી છે. ઝી ટીવી પર શરૂ થઈ રહેલા આ શોના પહેલા એપિસોડમાં મુંબઈ પોલીસને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ શોમાં ફારાહ ખાન લાફિંગ બુદ્ધા બની છે. કોરોનામાં પોલીસે જે પ્રકારે જવાબદારીથી કામ કર્યું છે એ માટે તેમને સલામી આપવામાં આવી હતી. આ વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘દેશના સૌથી મોટા કોવિડ વૉરિયરની સાથે શોની શરૂઆત કરી રહ્યા છીએ. આપણી મુંબઈ પોલીસ પહેલા એપિસોડમાં જોવા મળશે. તેમની ડ્યુટીમાંથી એક પણ બ્રેક લીધા વગર તેમણે આપણી સેવા કરી છે. આ સમય દરમ્યાન તેમણે જે સ્ટ્રેસનો સામનો કર્યો હશે એનો આપણે વિચાર પણ નથી કરી શકતા. આ એપિસોડ તેમના કામને સન્માન આપવા અને તેઓ બેસીને રિલૅક્સ થઈને રહે એ માટે બનાવવામાં આવ્યો છે. મારું માનવું છે કે હાસ્ય એ ખૂબ જ સારી દવા છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2021 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK