° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


‘બિગ બૉસ’ સૌપ્રથમ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવશે એની ખુશી છે સલમાન ખાનને

22 July, 2021 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૬ અઠવાડિયાં પહેલાં જ આ શોને ઑનલાઇન દેખાડવામાં આવશે

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનને એ વાતની ખુશી છે કે આ વખતની ‘બિગ બૉસ’ની સીઝન ટીવી પર નહીં, પરંતુ સૌપ્રથમ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવશે. ૬ અઠવાડિયાં પહેલાં જ આ શોને ઑનલાઇન દેખાડવામાં આવશે. રિયલિટી શો માટે આ એક નવો પ્રયોગ રહેશે. સલમાન ખાન ઘણા વખતથી આ શોને હોસ્ટ કરતો આવ્યો છે. એ વિશે સલમાને કહ્યું હતું કે ‘આ સારી બાબત છે કે આ વખતની ‘બિગ બૉસ’ની સીઝન ટેલિવિઝન પર આવે એનાં ૬ અઠવાડિયાં પહેલાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર સૌપ્રથમ દેખાડવામાં આવશે. આ પ્લૅટફૉર્મ પર વિવિધ ઍક્ટિવિટીઝ દેખાડવાની સાથે દર્શકોને મનોરંજન તો મળશે જ પરંતુ સાથે જ તેઓ એમાં ભાગ લઈ શકશે, એમાં જોડાઈ શકશે. તેમને ટાસ્ક આપવામાં આવશે. આ ખરેખર લોકો માટે અને લોકો દ્વારા બનાવવામાં આવેલો શો રહેશે.’

આ શો વુટ પર દેખાડવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર હોસ્ટ સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ હશે. જોકે આ વાતની ચોક્કસ માહિતી નથી મળી શકી. શોમાં કઈ સેલિબ્રિટીઝ ભાગ લેશે એને લઈને અટકળો વહેતી રહે છે. આમ છતાં સ્પર્ધકોને સલાહ આપતાં સલમાને કહ્યું હતું કે ‘હું દરેક સ્પર્ધકને સલાહ આપવા માગું છું કે તેઓ ઍક્ટિવ રહે, એન્ટરટેઇન કરે અને ‘બિગ બૉસ’ના હાઉસમાં સારું વર્તન કરજો.’

‘ટાઇગર 3’ માટે ટ્રેઇનિંગ કરી રહ્યો છે સલમાન

સલમાન ખાન હાલમાં ‘ટાઇગર 3’ની જોરદાર તૈયારીઓમાં લાગી ગયો છે. ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિન્દા હૈ’નો આ ત્રીજો ભાગ છે. સલમાનના ફૅન્સ તેની આ સીક્વલ માટે ખૂબ આતુર છે. સલમાને હાલમાં જ જિમમાં ટ્રેઇનિંગ લેતો વિડિયો શૅર કર્યો હતો. એ વિડિયોમાં તે મસલ્સની ભારે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. વિડિયોમાં તેનો ચહેરો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો. વિડિયોના બૅકગ્રાઉન્ડમાં ‘ટાઇગર’ની મ્યુઝિકલ ટ્યુન સંભળાઈ રહી છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે એવું લાગે છે કે આ માણસ ‘ટાઇગર 3’ માટે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે.

‘દબંગ 4’ની જાહેરાત કરી સલમાને?

સલમાન ખાને એક હિન્ટ આપી છે કે તે ‘દબંગ 4’ બનાવવાનો છે. અરબાઝ ખાને ગઈ કાલે તેના ચૅટ શો ‘પિન્ચ’ની બીજી સીઝન શરૂ કરી છે. આ શોમાં સેલિબ્રિટીઝને બોલાવવામાં આવે છે. ટ્રોલર્સના વિવિધ સવાલોના જવાબ આપવાની સાથે જ સાઇબર બુલિંગને લઈને જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. આ શોમાં સલમાન ખાનને બોલાવવામાં આવ્યો હતો. વિવિધ સવાલો પર સલમાને જવાબ આપ્યા હતા. એ દરમ્યાન અરબાઝે પણ કેટલાક મજેદાર સવાલો કર્યા હતા. સલમાનને અરબાઝે ‘દબંગ’ની 1, 2, 3 અને 4માંથી કોઈ એક પસંદ કરવા કહ્યું હતું તો સલમાને ‘દબંગ 4’ કહ્યું હતું. એથી લાગે છે કે સલમાન ટૂંક સમયમાં ‘દબંગ 4’ની જાહેરાત કરી દેશે. એના પર રીઍક્ટ કરતાં અરબાઝે કહ્યું હતું કે એનો અર્થ એ થાય છે કે તું ‘દબંગ 4’ને કન્ફર્મ કરે છે.

22 July, 2021 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ભાનુ ઉદય કેવી સિરિયલની અપેક્ષા રાખે છે?

‘રુદ્રકાલ’માં ડીસીપી રંજન ચિતૌડનું કૅરૅક્ટર કરનાર ઍક્ટરનું માનવું છે કે હવે ‘ધી એન્ડ’ સાથેની સિરિયલ જોવાનું જ ઑડિયન્સ પસંદ કરશે

27 July, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સૉરી બોલ દો’

સફળ રિલેશનશિપ માટે લૉજિક લગાવ્યા વગર માફી માગવાની સલાહ આપી છે એજાઝ ખાને

27 July, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ લઈને આવ્યાં મલાઇકા, અનુષા અને મિલિંદ

મલાઇકા અરોરા, અનુષા દાંડેકર અને મિિલંદ સોમણ હવે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ને જજ કરશે.

27 July, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK