Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનની થઈ શાનદાર અનાઉન્સમેન્ટ

‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનની થઈ શાનદાર અનાઉન્સમેન્ટ

28 September, 2022 03:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલર્સ પર આવતો ‘બિગ બૉસ’ હંમેશાં લોકોનો ફેવરિટ રિયલિટી શો બની રહ્યો છે

સલમાન ખાન અને કારણ કુન્દ્રા Bigg Boss season 16

સલમાન ખાન અને કારણ કુન્દ્રા


‘બિગ બૉસ 16’ માટે હવે તૈયાર થઈ જાઓ. સલમાન ખાને ‘બિગ બૉસ 16’ની જાહેરાત કરી દીધી છે. એ માટે બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી. કલર્સ પર આવતો ‘બિગ બૉસ’ હંમેશાં લોકોનો ફેવરિટ રિયલિટી શો બની રહ્યો છે. એમાં પણ સલમાનની હોસ્ટિંગના લોકો દીવાના છે. એક સીઝન પૂરી થાય એટલે લોકો એની નેક્સ્ટ સીઝનની આતુરતાથી રાહ જોતા હોય છે. આ શોમાં કેટલાંય રિલેશન બને છે અને એ જ વસ્તુ લોકોમાં ઉત્સાહ જગાવે છે. 

‘ભેડિયા’માં દેખાશે કરણ કુન્દ્રા?



‘ધ વેમ્પાયર ડાયરીઝ’ પર આધારિત બની રહેલા શો ‘ભેડિયા’માં કરણ કુન્દ્રા લીડ રોલમાં દેખાય એવી શક્યતા છે. તેનો રોલ કયો હશે એના વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ શોને બિયૉન્ડ ડ્રીમ્સ પ્રોડ્યુસ કરશે. શોના અન્ય કલાકારો વિશે વધુ માહિતી નથી મળી શકી. આ શો સિવાય કરણ ‘બિગ બૉસ’ની  ૧૬મી સીઝનમાં પણ દેખાવાનો છે. કરણ અને તેજસ્વી પ્રકાશનાં રિલેશન ટૉક-ઑફ-ધ-ટાઉન બન્યાં છે. તેમના ફૅન્સ તેમને એકસાથે જોઈને ખુશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2022 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK