Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગૌરવ ખન્ના સાથે કામ કરવું સરળ લાગે છે રૂપાલી ગાંગુલીને

ગૌરવ ખન્ના સાથે કામ કરવું સરળ લાગે છે રૂપાલી ગાંગુલીને

13 November, 2021 12:45 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘અનુપમા’માં અનુજ કાપડિયાના રોલમાં ગૌરવ દેખાઈ રહ્યો છે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના


રૂપાલી ગાંગુલીને ‘અનુપમા’માં ગૌરવ ખન્ના સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી નથી લાગી રહી. આ સિરિયલમાં અનુજ કાપડિયાના રોલમાં ગૌરવ દેખાઈ રહ્યો છે. આ શોમાં અનુજ અને અનુપમા બન્ને કૉલેજનાં ફ્રેન્ડ હોય છે. અનુજની એન્ટ્રી થવાથી શોમાં નવા ટ્વિસ્ટ્સ ઍન્ડ ટર્ન્સ આવી ગયા છે. એને કારણે સ્ટોરી વધુ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે. પોતાની આ જોડીને લઈને રૂપાલીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે અમારી જોડીને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. હું એટલું જરૂર કહીશ કે ભગવાન ખૂબ કૃપાળુ છે અને હું તેમની ખૂબ આભારી છું. શોમાં કોણ નવું આવશે એને લઈને મને ખૂબ ચિંતા થતી હતી, કારણ કે કાં તો તમારા કો-ઍક્ટર સાથે તમારું સારું બને છે કાં તો તમારું પરસ્પર જામતું નથી. એના કારણે સીન્સ કરવામાં પણ તકલીફ પડે છે. જોકે ગૌરવ સાથે કામ કરવું ખૂબ સરળ છે અને તે પ્રશંસનીય કલાકાર છે. બે ઍક્ટર્સ જ્યારે કામ કરે છે તો કેટલીક બાબતો હોય છે જેને પોતાના કૅરૅક્ટરમાં લઈ આવે છે અને એને ખૂબ બારીકાઈથી ભજવે છે. એનાથી સીનને આગળ લઈ જાય છે. નાનકડી માહિતી નાનકડો લુક બન્ને ઍક્ટર્સ વચ્ચેની સમજદારીને પોતાનાં કૅરૅક્ટર્સમાં ઢાળે છે. ગૌરવ અનુજનું પાત્ર ભજવે છે એ સારી વાત છે અને એની મને ખૂબ ખુશી છે. એ રોલ માટે કોઈ અન્ય ઍક્ટર વિશે વિચારવું પણ એક પડકાર લાગે છે. એક કો-સ્ટાર તરીકે ગૌરવ અદ્ભુત છે અને તેનાથી સારું કોઈ ન હોઈ શકે. અનુજના પાત્ર માટે ગૌરવ ખન્ના સિવાય બીજું કોઈ ન હોઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2021 12:45 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK