° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


મમ્મીના સપોર્ટને કારણે નિષ્ફળતા પચાવી શકી છે રૂહી ચતુર્વેદી

10 May, 2021 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘મધર્સ ડે’ નિમિત્તે ‘કુંડલી ભાગ્ય’ ફેમ ઍક્ટ્રેસે મમ્મી વિશે શું કહ્યું?

મમ્મીના સપોર્ટને કારણે નિષ્ફળતા  પચાવી શકી છે રૂહી ચતુર્વેદી

મમ્મીના સપોર્ટને કારણે નિષ્ફળતા પચાવી શકી છે રૂહી ચતુર્વેદી

‘કુંડલી ભાગ્ય’માં શર્લિન તરીકે જાણીતી બનેલી ઍક્ટ્રેસ રૂહી ચતુર્વેદી પોતાની મમ્મીને સૌથી મોટી પ્રેરણા માને છે. ગઈ કાલે ‘મધર્સ ડે’ એ રૂહીએ પોતાની મમ્મીને યાદ કરીને તેની સાથેની કેટલીક પળો શૅર કરી હતી. રૂહી ચતુર્વેદીએ કહ્યું કે ‘મમ્મી મારી જિંદગીની સૌથી ખાસ વ્યક્તિ રહી છે, કેમ કે તે હંમેશાં મારા પડખે ઊભી રહે છે. મારી મમ્મી એક ટિપિકલ મારવાડી ફૅમિલીમાંથી આવતી હતી એટલે કેટલાક સંબંધીઓની મેન્ટાલિટીને કારણે તેની જિંદગી બહુ મુશ્કેલ બની ગઈ હતી. તેમ છતાં તેણે હંમેશાં મને શ્રેષ્ઠ વસ્તુ મળે અને મારા ભાઈ સાથે ક્યારેય સરખામણી ન થાય એવો પ્રયત્ન કર્યો. અમને સરખી તકો આપી. તે હંમેશાં સમાનતામાં માને છે એટલે મને, એક છોકરીએ આમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એવો ક્યારેય અનુભવ નથી થયો.’ રૂહીએ જણાવ્યું કે જ્યારે તેણે મૉડલિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે દરેક ઑડિશનમાં તેની મમ્મી જ તેની સાથે રહેતી અને તેને હંમેશાં સમયસર પહોંચવાનો આગ્રહ કરતી. તેણે કહ્યુંકે ‘સાચું કહું તો મેં મારા જીવનમાં સફળતા કરતાં નિષ્ફળતા વધુ જોઈ છે, પણ મમ્મીના સતત સપોર્ટને લીધે જ હું એ પચાવીને આગળ વધી શકી છું.’

10 May, 2021 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

કોરોનાને કારણે મલ્લિકા દુઆની મમ્મીનું નિધન

હું હંમેશાં જાણતી હતી કે હું તારે લાયક નથી. જોકે તારે જીવવાની જરૂર હતી. હું નથી જાણતી કે હું હવે ફરીથી કદાચ પ્રાર્થના કરી શકીશ.

13 June, 2021 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મને મારી મંજિલ મળી, તમને પણ મળશે’

ઍક્ટિંગ કરીઅર શરૂ કર્યાને બાર વર્ષ થતાં આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપતાં આવું કહ્યું ક્રિતી ખરબંદાએ

13 June, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અભિ અને પ્રજ્ઞાની લાઇફમાં ઊથલપાથલ કેમ થશે?

‘કુમકુમ ભાગ્ય’માં પ્રજ્ઞાના ઍક્સિડન્ટ બાદ તે મિસિંગ થશે અને ત્યાર બાદ બે વર્ષનો લીપ લેવામાં આવશે

13 June, 2021 01:44 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK