Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બ્યુટી વિથ બૉડી એટલે રૂપલ ત્યાગી

બ્યુટી વિથ બૉડી એટલે રૂપલ ત્યાગી

12 May, 2021 11:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રંજુ કી બેટિયાં’ની બુલબુલ હવે બૉડીગાર્ડના કૅરૅક્ટરમાં જોવા મળશે

રૂપલ ત્યાગી

રૂપલ ત્યાગી


દંગલ ચૅનલના શો ‘રંજુ કી બેટિયાં’માં એક મા કેવી રીતે પોતાની ચાર દીકરીઓને મોટી કરીને પગભર કરે છે એ વિષયની વાત કરવામાં આવી છે. આ ચાર પૈકીની ત્રીજા નંબરની દીકરી બુલબુલ હવે એક નવા જ કૅરૅક્ટરમાં જોવા મળશે અને બ્યુટી સાથે બૉડીનો સમન્વય કરશે. બુલબુલ હવે બૉડીગાર્ડ તરીકે દેખાવાની છે. હા, સાચું છે આ. બુલબુલનું કૅરૅક્ટર કરતી રૂપલ ત્યાગી કહે છે, ‘કોઈ છોકરી બૉડીગાર્ડ તરીકે જોવા મળી હોય એવું ટીવીમાં તો ઠીક બૉલીવુડમાં પણ હજી સુધી જોવા નથી મળ્યું. મને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે બૉડીગાર્ડ બનવાનું છે એટલે હું છેલ્લા ત્રણ મહિનાથી ફિટનેસ પર ધ્યાન આપતી હતી.’

રૂપલ ત્યાગીએ માત્ર ફિટનેસ પર જ નહીં, સાથોસાથ ફાયરિંગથી લઈને માર્શલ આર્ટ્સની પણ ટ્રેઇનિંગ લીધી. રૂપલ કહે છે, ‘આવી ટ્રેઇનિંગ લેવાનું મેં ક્યારેય નહોતું વિચાર્યું અને જો મને કોઈએ આવી ટ્રેઇનિંગ માટે કહ્યું હોત તો પણ મેં ના પાડી દીધી હોત, પણ કૅરૅક્ટર કરવાનું આવ્યું એટલે મેં ટ્રેઇનિંગ લીધી.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2021 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK