° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


ટીવી અભિનેતા રવિ દુબે પણ આવ્યો કોરોનાની ચપેટમાં, અત્યારે હૉમ આઈસોલેશનમાં

11 May, 2021 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને ફૅન્સને આપી માહિતી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર ચાલી રહી છે. અને વખતે એક પછી એક સેલેબ્ઝ આ વાયરસની ચપેટમાં આવતા જ જાય છે. કોરોના સંક્રમણનો ભોગ બનનાર સેલેબ્ઝની યાદીમાં ટીવી અભિનેતા રવિ દુબે (Ravi Dubey)નું પણ નામ જોડાય ગયું છે. અભિનેતાને કોરોના પૉઝિટિવ છે અને અત્યારે હૉમ આઈસોલેશનમાં છે. આ વાતની માહિતી રવિ દુબેએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.

રવિ દુબેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને લખ્યું ગતું કે, ‘હાય મિત્રો, અત્યારે મને મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ મળ્યો અને તે પૉઝિટિવ આવ્યો છે. થોડા દિવસમાં જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને સલાહ આપીશ કે તેઓ પોતાની સંભાળ રાખે અને તેના લક્ષણો પર ધ્યાન આપે. જો કોઈ લક્ષણ હોય તો પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લો. મેં મારી જાતને હોમ આઈસોલેટ કરી લીધી છે. મારા નજીકના અને પ્રિય લોકો મારી સંભાળ રાખી રહ્યા છે. સુરક્ષિત રહો, પૉઝિટિવ રહો. ભગવાન તામારા બધાનું ધ્યાન રાખે’.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Dubey 1 (@ravidubey2312)

અભિનેતાના પોસ્ટ પર પત્ની સરગુન મહેતાએ દુઃખી મોઢા વાળા ઈમોજી પોસ્ટ કર્યા હતા. તો અન્ય સેલેબ્ઝે જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. આહાના કુમરા, પુલકિત સમ્રાટ, પરાગ મહેતા, શિખા સિંહ શાહ, આશા નેગી સહિત અન્ય સેલેબ્ઝે પણ રવિ દુબેના પોસ્ટ પર કમેન્ટ કરીને જલ્દી સાજો થાય તેવી શુભેચ્છા આપી હતી.

11 May, 2021 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ટાઇપકાસ્ટ થવાની ફરિયાદ આળસુ લોકો કરતા હોય છે!

‘સ્કૅમ 1992’, ‘આપકી નઝરોં ને સમઝા’, ‘દિલ મિલ ગયે’ ફેમ ઍક્ટર પંકિત ઠક્કર પોતાને નસીબદાર માને છે કે તે ટાઇપકાસ્ટ નથી થયો

15 June, 2021 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

નિક્કી તંબોલીને મૂડમાં રાખવાનું કામ કોણ કરે છે?

સાઉથ આફ્રિકામાં ‘ખતરોં કે ખિલાડી’નું શૂટ કરતી ઍક્ટ્રેસે ઇન્ડિયા છોડવાના એક વીક પહેલાં ભાઈ ગુમાવ્યો હતો એટલે નૅચરલી તેનો મૂડ ઑફ રહે છે

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કરિશ્મા તન્નાને વેબ-સિરીઝ કરવી છે, પણ...

‘ખતરોં કે ખિલાડી’ જીત્યા પછી પણ ઍક્ટ્રેસે કશું કર્યું નથી અને એની પાછળનું જે સ્પેસિફિક કારણ છે એ જાણવા જેવું છે

15 June, 2021 09:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK