‘તંદૂર’થી ડિજિટલ ડેબ્યુ કરનાર ઍક્ટ્રેસ કહે છે હવે હું મારાથી ખુશ તો છું જ પણ સૅલ્ફ લવનો અર્થ પણ સમજી છું
રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈનું કહેવું છે કે ‘બિગ બૉસ’ બાદ તેના વ્યક્તિત્વમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. તે ૨૦૧૯માં ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી. સિદ્ધાર્થ શુક્લા સાથે તેની રિલેશનશિપ ખૂબ જ ચર્ચામાં રહી હતી. ‘તંદૂર’ દ્વારા રશ્મિએ તેનો ડિજિટલ ડેબ્યુ પણ કર્યો છે.
પોતાની પર્સનાલિટીમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં રશ્મિએ કહ્યું હતું કે ‘મારી લાઇફમાં ‘બિગ બૉસ’ બાદ કોઈ પરિવર્તન નથી આવ્યું, પરંતુ વ્યક્તિ તરીકે મારામાં ઘણો ચેન્જ આવ્યો છે. હું હવે મારી જાત સાથે વધુ ખુશ છું.
ADVERTISEMENT
સેલ્ફ લવ વિશે હવે મને સમજાયું છે. મને સમજાયું છે કે હું એવી વ્યક્તિ છું જેની આસપાસ લોકો રહે એ મને ગમે છે. શોમાં કામ કરવાની મને ઘણી મજા આવી હતી.’