° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


૭ વર્ષ બાદ ટેલિવિઝન પર વાપસી કરી રહ્યો છે રાકેશ બાપટ

10 January, 2022 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હવે તે રાજન શાહીની નવી સિરિયલમાં શાહીર શેખ સાથે દેખાવાનો છે

રાકેશ બાપટ

રાકેશ બાપટ

રાકેશ બાપટ હવે સાત વર્ષ બાદ ફરી એક વખત સિરિયલમાં કામ કરવાનો છે. તેણે છેલ્લે ‘કુબૂલ હૈ’માં કામ કર્યું હતું. હવે તે રાજન શાહીની નવી સિરિયલમાં શાહીર શેખ સાથે દેખાવાનો છે. શોમાં તે શાહીરના મોટા ભાઈનો રોલ કરવાનો છે. આ સિરિયલ વિશે રાકેશ બાપટે કહ્યું કે ‘૨૦૧૪માં મેં ‘કુબૂલ હૈ’માં કામ કર્યું હતું. જે લોકો સાથે હું કામ કરું તેમના વાઇબ મારા માટે અગત્યના છે. ટીમ પણ સારી હોવી જોઈએ. ટીવીથી થોડો સમય દૂર રહેવાનું કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક લોકો સાથે મારી એનર્જી ભળતી નહોતી. જોકે રાજન સર સાથે તાલમેલ બેસે છે. અમે અગાઉ ‘સાત ફેરે’માં કામ કર્યું હતું. એ મારો પહેલો શો હતો. મને તેમની ક્રીએટિવિટી ગમે છે. તેમણે જ્યારે મને રોલ ઑફર કર્યો તો મેં તરત જ હા પાડી દીધી હતી. હું ટીવી પર પાછો ફરવા માટે એક્સાઇટેડ છું. ટીવી એક પ્રકારે સતત કામ આપે છે. ફિલ્મ જેવું નથી કે એમાં તમને ગૅપ મળે છે અને તૈયારી કરવી પડે છે. એથી અહીં પ્રેશરની સાથે કામ કરવાનું હોય છે અને મને એ ગમે છે. હું સેટ પર જવા માટે અને એ દિવસોની યાદને તાજી કરવા માટે ઉત્સાહિત છું. ટીવીએ મને એક ઍક્ટર તરીકે તૈયાર કર્યો છે અને હું આ માધ્યમનો આભારી છું.’

10 January, 2022 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

તારક મહેતામાં દયાબેનની વાપસી અંગે મોટો ખુલાસો, જાણો ક્યારે પાછા આવશે દિશા વાકાણી

દિશા વાકાણીએ વર્ષ 2017માં આ શોને અલવિદા કહ્યું હતું

25 January, 2022 05:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

કૉમેડી કરતાં વધુ શું પસંદ છે કપિલ શર્માને?

હું જ્યારે જીવનમાં ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાનું નક્કી કર્યું હતું. એમાં પણ સૌથી પહેલો ફેંસલો તેની સાથે લગ્ન કરવાનો હતો. આજે હું નસીબદાર છું કે મારી પાસે બે બાળકો છે.’

25 January, 2022 01:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કૅટરિના કૈફ બની ગઈ છે ‘પંજાબ કી કૅટરિના’ : શહનાઝ ગિલ

શહનાઝે ‘બિગ બૉસ 13’માં ભાગ લીધો હતો અને એ રિયલિટી શો દરમ્યાન તેના સંબંધો સિદ્ધાર્થ શુક્લા સાથે વધ્યા હતા

24 January, 2022 03:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK