° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


રક્ષંદા ખાનની રૉયલ એન્ટ્રી

10 October, 2021 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઝીટીવીના શો ‘તેરે બિના જિયા જાયે ના’માં રૉયલ અવતારમાં જોવા મળવાની છે

રક્ષંદા ખાન

રક્ષંદા ખાન

રક્ષંદા ખાન ઝીટીવીના શો ‘તેરે બિના જિયા જાયે ના’માં રૉયલ અવતારમાં જોવા મળવાની છે. અંજલિ તતરારી આ સિરિયલમાં ક્રિષ્ના ચતુર્વેદીના રોલમાં જોવા મળી રહી છે. તે દેવરાજનું પાત્ર ભજવનાર અવિનેશ રેખીના સંપર્કમાં આવે છે. તેનાં સપનાંઓ પર રજવાડી પ્રથા અને રીતિરિવાજોનું ગ્રહણ લાગે છે, પણ ત્યાર બાદ તેને દેવરાજની પત્નીનો દરજ્જો પણ મળી જાય છે. કહાની અહીં અટકતી નથી. અહીંથી જ શરૂ થાય છે ટ્વિસ્ટ્સ ઍન્ડ ટર્ન્સ. તેની મુલાકાત જયાલક્ષ્મીનું પાત્ર ભજવતી રક્ષંદા સાથે થાય છે. તેને જયામા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાળકોની દેખભાળ કરતી હોય છે. દેવરાજના પિતા તેને બહેન માને છે. બાદમાં તો તે આખા પરિવારની સંભાળ લેવાની સાથે જ બધા વ્યવહાર પણ સંભાળવા માંડે છે. પોતાના આ રૉયલ અવતાર વિશે રક્ષંદાએ કહ્યું કે ‘મેં ભજવેલા તમામ શો કરતાં ‘તેરે બિના જિયા જાયે ના’ અલગ હોવાથી મને તરત જ એ પસંદ પડ્યો હતો. એવા કેટલાય શો છે જેનો અંત પરીઓની કથા પર થાય છે. જોકે આ જ એકમાત્ર એવો શો છે જેની શરૂઆત પરીઓની કથાથી થાય છે. ત્યાર બાદ જેકંઈ થાય છે એ જોવા જેવું છે. શોમાં ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ્સ ઍન્ડ ટર્ન્સ જોવા મળશે. પહેલી વખત આવો રૉયલ અવતાર ભજવવા મળવાથી હું ઉત્સાહી છું. મને આશા છે કે લોકો મને આ નવા લુકમાં એન્જૉય કરશે. મારું પાત્ર જયામા રૉયલ વ્યવહાર ધરાવે છે. સાથે જ બ્રિલિયન્ટ બિઝનેસ માઇન્ડની સાથે તે રજવાડી પરંપરા પણ નિભાવે છે. એના પાત્રમાં અનેક લેયર્સ પણ જોવા મળશે. એથી એ પડકારજનક હોવાની સાથે મજેદાર પણ છે. મને આશા છે કે લોકો મારા પર અને આ શો પર પ્રેમ વરસાવશે.’

10 October, 2021 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ઑગમેન્ટેડ રિયલિટી પાત્ર લઈને આવી રહ્યો છે કપિલ શર્મા

મારા ગેસ્ટ્સ, ઑડિયન્સ અને સ્નૅપ-યુઝર્સને આ પાત્ર દ્વારા મનોરંજન પૂરું પાડવા માટે મારો શો એક ખૂબ સારું પ્લૅટફૉર્મ છે.’

27 October, 2021 10:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

યશોદામાનું પાત્ર કઈ રીતે દરેક મહિલાને કનેક્ટ કરશે?

આ વિશે ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’માં યશોદામાનો રોલ કરી રહેલી અદિતિ સાજવાન કહે છે

26 October, 2021 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ?’

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે દુનિયાને વધુ સારી બનાવવા માટે દરેકે આ સવાલ પોતાની રિલેશનશિપને લઈને કરવો જોઈએ

26 October, 2021 06:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK