Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Video: આ હતો શશિ કપૂરની શૈલીમાં રાજુ શ્રીવાસ્તવનો છેલ્લો કૉમેડી વીડિયો, જુઓ

Video: આ હતો શશિ કપૂરની શૈલીમાં રાજુ શ્રીવાસ્તવનો છેલ્લો કૉમેડી વીડિયો, જુઓ

21 September, 2022 12:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)નું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

રાજુ શ્રીવાસ્તવ

Raju Srivastava

રાજુ શ્રીવાસ્તવ


લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)નું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં મૌન છવાઈ ગયું છે. રાજુ શ્રીવાસ્તવે હાર્ટ એટેક આવવાના થોડા કલાકો પહેલા એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો તેના ફેન્સને ખૂબ જ ભાવુક કરી રહ્યો છે. આ વીડિયોમાં પણ રાજુ શ્રીવાસ્તવની કોમિક સ્ટાઈલ ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે.

નોંધનીય છે કે ટ્રેડમિલ પર વર્કઆઉટ સેશન દરમિયાન રાજુ શ્રીવાસ્તવને છાતીમાં દુખાવો થયો અને તેઓ નીચે પડી ગયા. જે બાદ તેને જીમ ટ્રેનર દ્વારા દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેના હૃદયને પુનર્જીવિત કરવા માટે બે વખત CPR પણ આપવામાં આવ્યું હતું. રાજુ શ્રીવાસ્તવને તેની દેશી સ્ટાઈલ કોમિક ટાઈમિંગ માટે ઓળખવામાં આવે છે. તેમને ગજોધર ભૈયાનું પાત્ર એવી રીતે ક્રિએટ કર્યુ કે તે દેશભરમાં હવે લોકો તેને ગજોઘર ભૈયા તરીકે પણ ઓળખે છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raju Srivastav (@rajusrivastavaofficial)


વીડિયોમાં રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમિક સ્ટાઈલથી ચાહકોને હંમેશની જેમ હસવા માટે મજબૂર કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાજુ શ્રીવાસ્તવે તેમના સમયના દિગ્ગજ અભિનેતા શશિ કપૂરની શૈલી રજૂ કરી છે. વીડિયોની શરૂઆતમાં રાજુ શ્રીવાસ્તવ કહેતા સંભળાય છે કે બધાના મોબાઈલમાં અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોનાનો મેસેજ આવતો હતો, પરંતુ જો આ જ મેસેજ શશિ કપૂરના અવાજ અને સ્ટાઈલમાં હોત તો આ રીતે હોત. વીડિયોમાં રાજુ શ્રીવાસ્તવ કોરોનાનો આખો સંદેશ શશિ કપૂરની સ્ટાઈલમાં બોલતા દેખાઈ છે. હાર્ટ એટેક આવતા પહેલા રાજુ શ્રીવાસ્તવે આ લેટેસ્ટ કોમેડી વિડીયો પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, `કોરોના કોલર ટ્યુન યાદ હૈ ના`.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK