Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘મૈં હૂં અપરાજિતા’માં પુનિત ટ્‍‍‍‍‍વિસ્ટ્સ લઈ આવશે

‘મૈં હૂં અપરાજિતા’માં પુનિત ટ્‍‍‍‍‍વિસ્ટ્સ લઈ આવશે

21 November, 2022 04:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં શ્વેતા તિવારી, માનવ ગોહિલ અને શ્વેતા ગુલાટી લીડ રોલમાં છે

પુનિત તેજવાની

પુનિત તેજવાની


ઝીટીવી પર આવતી સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં પુનિત તેજવાનીની એન્ટ્રી થવાની છે, જે આ શોમાં નવા ટ્‍‍વિસ્ટ્સ અને ટર્ન્સ લઈ આવશે. આ શોમાં શ્વેતા તિવારી, માનવ ગોહિલ અને શ્વેતા ગુલાટી લીડ રોલમાં છે. શોમાં પુનિત મનીષના કૅરૅક્ટર સાથે દેખાવાનો છે, જે શ્વેતા ગુલાટીનો ભાઈ છે. આ શો દરરોજ સાંજે સાડાસાત વાગે ઝીટીવી પર ટેલિકાસ્ટ થાય છે. પોતાની એન્ટ્રી વિશે પુનિતે કહ્યું કે ‘મારી કરીઅર દરમ્યાન હું હંમેશાં વિવિધ પાત્રો ભજવવા માટે ઉત્સુક હોઉં છું. આ શોમાં મારું પાત્ર મનીષ સ્ટ્રૉન્ગ અને ચાલાક છે, જે લોકો પર વર્ચસ્વ જમાવનારો છે. ઝીટીવી સાથે આ મારો પહેલો શો છે અને એને લઈને હું ખૂબ ઉત્સાહી છું. આ શોના કલાકારોએ મારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. સ્ટોરી જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ દર્શકોને મારા કૅરૅક્ટરની અલગ બાજુ જોવા મળશે. શોની ટીમ સાથે શૂટિંગ કરવાનો મારો અનુભવ મજેદાર રહ્યો, પરંતુ માનવ સાથે તો ખૂબ મજા આવી. આશા છે કે દર્શકોને આવનારા ટ્‍‍વિસ્ટ્સ અને મારો પર્ફોર્મન્સ ખૂબ ગમશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK