° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ?’

26 October, 2021 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે દુનિયાને વધુ સારી બનાવવા માટે દરેકે આ સવાલ પોતાની રિલેશનશિપને લઈને કરવો જોઈએ

પ્રણાલી રાઠોડ

પ્રણાલી રાઠોડ

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તેમની રિલેશનશિપ અને જે-તે વ્યક્તિ તેને માટે કેટલું મહત્ત્વનું છે એ સવાલ કરશે ત્યારે દુનિયામાં બદલાવ આવી જશે. તે હાલમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવી રહી છે. ૨૦૦૯થી ચાલી રહેલા આ શોએ હંમેશાં દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. આ વિશે વાત કરતાં પ્રણીલીએ કહ્યું કે ‘એક સફળ શોને આગળ લઈ જવાની તક મળવી એ સન્માનની વાત છે. હું જે શો જોઈને મોટી થઈ હતી એમાં હું આજે કામ કરી રહી છું. હિના ખાનને પ્રેમ કરવાથી લઈને આ શોનું મહત્ત્વ સમજવા સુધીની વાતને હું શબ્દોમાં કહી શકું એમ નથી. હું આ પાત્ર સાથે તરત જ કનેક્ટ થઈ ગઈ હતી. રિયલ લાઇફમાં પણ હું અક્ષરા જેવી જ છું. હું મારી ફૅમિલીને ખૂબ પ્રેમ કરું છું અને તેઓ મારા સારા-ખરાબ સમયમાં હંમેશાં મારા પડખે ઊભા રહ્યા છે. લવ ટ્રાયેન્ગલ સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. જોકે મારું માનવું છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ હંમેશાં પ્યૉર હોવો જોઈએ. ટાઇટલની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે દરેકે આપણી રિલેશનશિપને લઈને પોતાને પૂછવું જોઈએ કે તે વ્યક્તિ આપણે માટે કેટલી મહત્ત્વની છે. મને લાગે છે કે આપણને જ્યારે એ જવાબ મળી જશે ત્યારે દુનિયા વધુ સારી બની જશે.’

26 October, 2021 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

KBC 13: જ્યારે 10 વર્ષની ગુજરાતી ગર્લ પ્રિશા દેસાઈને બિગ બીએ પહેરાવ્યો ક્રાઉન

પ્રિશા દેસાઈ હોટ સીટ સુધી પહોંચી હતી અને પ્રશ્નોના સાચા જવાબ આપીને ૧૨.૫ લાખ રૂપિયાની રકમ જીતી હતી.

07 December, 2021 08:02 IST | Mumbai | Karan Negandhi
ટેલિવિઝન સમાચાર

સંતાનો સમસ્યાઓ શૅર કરે એવું સુમીત રાઘવન ઇચ્છે છે

આ બન્નેમાં બૅલૅન્સ રાખવું ખૂબ જરૂરી છે. અથર્વ તેની ઉંમર કરતાં આગળ વધતાં તેનું અપહરણ થાય છે. એને કારણે તેની મેન્ટલ હેલ્થ પર માઠી અસર થાય છે. આ કપરી સ્થિતિમાં તેને પરિવાર તરફથી કાળજી અને સપોર્ટની જરૂર પડે છે.

07 December, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રિલેશનશિપ મંત્રો રિત્વિક ધન્જાણીના

સંબંધો આપણા કોઈની પણ સાથે હોઈ શકે. એ પછી ફ્રેન્ડ્સ હોય કે પછી રોમૅન્ટિકલી હોય. એ કંઈ પણ હોઈ શકે.’

07 December, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK