Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલ લાઇફમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે : શ્રદ્ધા આર્યા

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલ લાઇફમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે : શ્રદ્ધા આર્યા

07 December, 2022 06:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે રીલ કરતાં રિયલ લાઇફમાં તેના સંબંધ તેના કો-સ્ટાર શક્તિ અરોરા સાથે એકદમ અલગ છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી રહ્યાં છે.

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલ લાઇફમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલ લાઇફમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે


શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે રીલ કરતાં રિયલ લાઇફમાં તેના સંબંધ તેના કો-સ્ટાર શક્તિ અરોરા સાથે એકદમ અલગ છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી રહ્યાં છે. આ શોમાં શ્રદ્ધા પ્રીતા અને શક્તિ અર્જુન સૂર્યવંશીનું પાત્ર ભજવી રહ્યો છે. અર્જુનને કારણે પ્રીતાની લાઇફમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે. આ વિશે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું કે ‘લોકો સ્ક્રીન પર અમને જે જુએ છે એના કરતાં રિયલ લાઇફમાં અમારો બૉન્ડ ખૂબ જ અલગ છે. શક્તિ ખૂબ જ સપોર્ટિવ કો-સ્ટાર છે અને તે એક જેન્ટલમૅન છે. અમારા શૂટ દરમ્યાન પણ અમે અમારા દૃશ્યને લઈને રિહર્સલ કરીએ છીએ. કેટલીક વાર અમે એકદમ અલગ ટૉપિક પર વાત કરીએ છીએ અને અમને સમયનું પણ ભાન નથી રહેતું. તેની સાથે શૂટિંગ કરવું એકદમ સરળ છે, કારણ કે અમારી વચ્ચે ગજબની અન્ડરસ્ટૅન્ડિંગ છે. મને લાગે છે કે દરેક રિલેશનશિપમાં એક બૅલૅન્સ હોવું જરૂરી છે. શક્તિ અને હું અમારા પર્સનલ અને પ્રોફેશનલ બૉન્ડને એકદમ અલગ રાખીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK