Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હવે ટીવી પર મહિલાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે

હવે ટીવી પર મહિલાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે

06 April, 2021 03:10 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આવું કહેવું છે દંગલ ચૅનલના શો ‘રંજુ કી બેટિયાં’ની મોટી દીકરી બુલબુલ એટલે કે રૂપલ ત્યાગીનું

રૂપલ ત્યાગી

રૂપલ ત્યાગી


ટીવી પર આંસુ સારતી અને રોદણાં રડતી મહિલાઓ હવે જોવા નથી મળતી, પણ એની જગ્યાએ કૉન્ફિડન્ટ અને પોતાનો માર્ગ જાતે જ કંડારતી મહિલાઓ વધારે જોવા મળે છે, જેનું કારણ છે ઑડિયન્સ. ઑડિયન્સનો હવે ટીવી પર મહિલાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે. દંગલ ચૅનલના સુપરહિટ શો ‘રંજુ કી બેટિયાં’ની મોટી દીકરી બુલબુલ એટલે કે કોરિયોગ્રાફર ટર્ન્ડ ઍક્ટ્રેસ રૂપલ ત્યાગી આવું માને છે. રૂપલે કહ્યું કે ‘લોકોનો દૃષ્ટિકોણ બદલાયો એટલે સાથોસાથ ટીવી-શોમાં મહિલા કૅરૅક્ટર પણ જુદી રીતે ડિઝાઇન થવા માંડ્યાં અને બોલ્ડ કહેવાય એવી મહિલાઓ સ્ક્રીન પર દેખાવી શરૂ થઈ.’
રૂપલ ત્યાગીએ આ અગાઉ ‘ઝલક દિખલા જા’ અને ‘બિગ બૉસ’ એમ બન્ને રિયલિટી શોની આઠમી સીઝન પણ કરી હતી. રૂપલ કહે છે, ‘આજનું ઑડિયન્સ લડી લેવામાં અને પોતાનો રસ્તો જાતે કાઢવામાં માને છે, એની ઝલક હવે ટીવી પર દેખાવા માંડી છે એ બહુ સારી વાત છે, જેને લીધે હવે લોકોના કૉન્ફિડન્ટમાં વધારો થવાનો પણ શરૂ થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2021 03:10 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK