° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


‘રેશમ કી ડોર’માં બંધાશે નિશાંત સિંહ મલકાની અને નાયરા બૅનરજી!

09 June, 2021 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ ફેમ નિશાંત મલકાની અને ‘દિવ્ય દૃષ્ટિ’ ફેમ નાયરા બૅનરજી નવા શોમાં જોડી જમાવશે

નિશાંત મલકાની, નાયરા બૅનરજી

નિશાંત મલકાની, નાયરા બૅનરજી

રૂરલ એરિયાની હિટ ચૅનલ ‘દંગલ’ એની લોકપ્રિયતાને જોતાં જૂના શો સાથે નવા શો પણ લૉન્ચ કરી રહી છે. દંગલે અત્યાર સુધી ‘રંજૂ કી બેટિયાં’, ‘ક્રાઇમ અલર્ટ’, ‘અય મેરે હમસફર’, ‘પ્રેમ બંધન’ જેવા ઓરિજિનલ શો લૉન્ચ કર્યા છે. જોકે છવિ પાંડે-મનીત જૌરાના શો ‘પ્રેમ બંધન’ને કોરોના ઇફેક્ટ નડતાં તે ટૂંક સમયમાં બંધ થવાનાં એંધાણ છે અને અન્ય એક નવો શો ‘રેશમ કી ડોર’ રિલીઝ થવાનો છે જેને ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી 2’ના મેકર્સ બનાવી રહ્યા છે. જોકે આ શોનું કામચલાઉ ટાઇટલ છે.

‘રેશમ કી ડોર’ના નિર્માતા ઉપરાંત કલાકારો પણ જાણીતા છે. ‘મિલે જબ હમ તુમ’, ‘સ્વરાગિની’, ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ ફેમ નિશાંત સિંહ મલકાની ‘રેશમ કી ડોર’માં લીડ રોલ ભજવવાનો છે. તો ‘દિવ્ય દૃષ્ટિ’, ‘એક્ઝક્યુઝ મી મૅડમ’ જેવા ટીવી-શો તેમ જ સાઉથની ફિલ્મોની અભિનેત્રી નાયરા બૅનરજી પહેલી વખત નિશાંત સિંહ મલકાની સાથે જોડી જમાવશે. આ ઉપરાંત, સંચિતા બૅનરજી, માનસી પુરોહિત, સક્ષમ શર્મા, હાર્દિકા શર્મા વગેરે પણ શોમાં મહત્ત્વના રોલમાં છે.

09 June, 2021 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ટાઇપકાસ્ટ થવાની ફરિયાદ આળસુ લોકો કરતા હોય છે!

‘સ્કૅમ 1992’, ‘આપકી નઝરોં ને સમઝા’, ‘દિલ મિલ ગયે’ ફેમ ઍક્ટર પંકિત ઠક્કર પોતાને નસીબદાર માને છે કે તે ટાઇપકાસ્ટ નથી થયો

15 June, 2021 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

નિક્કી તંબોલીને મૂડમાં રાખવાનું કામ કોણ કરે છે?

સાઉથ આફ્રિકામાં ‘ખતરોં કે ખિલાડી’નું શૂટ કરતી ઍક્ટ્રેસે ઇન્ડિયા છોડવાના એક વીક પહેલાં ભાઈ ગુમાવ્યો હતો એટલે નૅચરલી તેનો મૂડ ઑફ રહે છે

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કરિશ્મા તન્નાને વેબ-સિરીઝ કરવી છે, પણ...

‘ખતરોં કે ખિલાડી’ જીત્યા પછી પણ ઍક્ટ્રેસે કશું કર્યું નથી અને એની પાછળનું જે સ્પેસિફિક કારણ છે એ જાણવા જેવું છે

15 June, 2021 09:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK