Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ખરેખર, હૅટ્સ ઑફ ટુ નિક્કી...

ખરેખર, હૅટ્સ ઑફ ટુ નિક્કી...

12 May, 2021 11:51 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ભાઈના ડેથ પછીના એક જ વીકમાં ‘ખતરોં કે ખિલાડી’ માટે સાઉથ આફ્રિકા પહોંચેલી આ ગુજરાતી છોકરીએ ફિયર ફૅક્ટરનું જૅકેટ ભાઈને ડેડિકેટ કર્યું છે

નિક્કી તંબોલી

નિક્કી તંબોલી


કલર્સના રિયલિટી શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં જોવા મળેલી સાઉથની ફિલ્મોની ગુજરાતી ઍક્ટ્રેસ નિક્કી તંબોલી અત્યારે આ જ ચૅનલના રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ માટે સાઉથ આફ્રિકા ગઈ છે, પણ નિક્કીની આ હિંમતને આપણે સાચે જ દાદ દેવી પડે. બન્યું એવું છે કે નિક્કીના સગા મોટા ભાઈનું એક વીક પહેલાં જ કોરોનાને કારણે ડેથ થયું અને એ પછી પણ નિક્કી જવા માટે તૈયાર થઈ. હકીકત એ હતી કે નિક્કીનો ભાઈ જતીન ઇચ્છતો હતો કે નિક્કી એમાં ભાગ લે અને જતીનને કારણે જ નિક્કી ભાઈના ડેથ પછી પણ શોમાં જૉઇન થવા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ.

કેટલાક લોકોને આ બાબતથી તકલીફ પડી હતી કે સગો ભાઈ ગુજરી ગયો હોવા છતાં નિક્કી શોમાં જૉઇન થવા માટે રવાના થઈ. એના જવાબમાં નિક્કીએ ‘ફિયર ફૅક્ટર’ લખેલા જૅકેટના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા અને જતીનને યાદ કરતાં લાંબી નોટ પણ લખી. નિક્કીએ કહ્યું હતું, ‘જતીન હૉસ્પિટલમાં ઍડ્મિટ થયો એ પહેલાં અમારે શોની વાત થઈ, જતીન ખૂબ એક્સાઇટ હતો. આ શો મારે જીતવો છે જતીન માટે, અને જતીન મારી સાથે છે એની મને ખાતરી છે.’ ગુજરાતી નિક્કીને સાચે જ કહેવાનું મન થાય, ‘હૅટ્સ ઑફ ટુ યુ.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2021 11:51 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK