તે હાલમાં ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં કામ કરી રહી છે
નેહા મર્દા પતિ સાથે
નેહા મર્દાનું કહેવું છે કે તેની રિલેશનશિપની સૌથી મહત્ત્વની વાત એ છે કે તેના લૉન્ગ ડિસ્ટન્સ મૅરેજ ખૂબ સારી રીતે ચાલી રહ્યાં છે. તે હાલમાં ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં કામ કરી રહી છે. નેહા મર્દા છેલ્લાં ૧૭ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે વહેલાં લગ્ન કરી લીધાં હતાં. તેનો પતિ પટનામાં બિઝનેસમૅન છે. લગ્ન કરી લીધાં હોવા છતાં નેહા તેના સપનાને પૂરાં કરવાનું નહોતી ભૂલી. તેનો પતિ પટના રહે છે અને તે મુંબઈ રહે છે. ટીવી-ઍક્ટર હોવાથી તેને પ્રોફેશનલ અને લૉન્ગ ડિસ્ટન્સ મૅરેજ લાઇફ હૅન્ડલ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આ વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે ‘હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું અને તેને મળવાની હું હંમેશાં રાહ જોઉં છું. મને જ્યારે રજા મળે ત્યારે અમે મળવાનો પ્લાન બનાવીએ છીએ. મને હજી પણ યાદ છે કે મેં લગ્ન કર્યાં હતાં ત્યારે જ મને ‘ડોલી અરમાનોં કી’ શો મળ્યો હતો અને હું મુંબઈમાં શૂટિંગ કરી રહી હતી. તેને મળવાનો મને જ્યારે પણ ચાન્સ મળતો ત્યારે હું દર મહિને ૬-૭ દિવસ પટના જતી રહેતી હતી. આયુષ્માન પણ હંમેશાં મને મુંબઈ મળવા આવવા માટેની કોશિશ કરે છે. એકબીજાને મળવાની અને સાથે સમય પસાર કરવાની ઝંખનાને કારણે જ અમારું બૉન્ડ સ્ટ્રૉન્ગ છે. અમારી રિલેશનશિપમાં સૌથી મહત્ત્વની વાત છે કે અમારાં લૉન્ગ ડિસ્ટન્સ મૅરેજ ખૂબ સારી રીતે ચાલી રહ્યાં છે. મને લાગે છે કે ડિસ્ટન્સને કારણે પણ અમારી વચ્ચે ફ્રેશનેસ જળવાઈ રહી છે. હું મારા પ્રોડ્યુસર પાસે સમય સમયે રજા માગતી રહું છું, પરંતુ ડેઇલી સોપ હોવાથી મારે માટે મુશ્કેલ બની જાય છે.’