Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જાન્યુઆરીમાં લગ્ન કરશે મૌની રૉય?

જાન્યુઆરીમાં લગ્ન કરશે મૌની રૉય?

30 November, 2021 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના કહેવાતા બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ૨૭ જાન્યુઆરીએ લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે

મૌની રૉય

મૌની રૉય


મૌની રૉય દુબઈમાં રહેતા તેના કહેવાતા બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ૨૭ જાન્યુઆરીએ લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ બન્નેના રિલેશનને લઈને હંમેશાં ચર્ચા થાય છે. જોકે મૌની તરફથી કોઈ ચોક્કસ ખુલાસો નથી કરવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રી-વેડિંગ સેલિબ્રેશન ૨૬ જાન્યુઆરીએ રાખવામાં આવશે. થોડા સમય પહેલાં તેના કઝિને જણાવ્યું હતું કે મૌનીનાં લગ્ન દુબઈ કાં તો ઇટલીમાં થશે. ત્યાર બાદ બિહારમાં રિસેપ્શન રાખવામાં આવશે. મૌની અને સૂરજ ખૂબ ઓછાં સાથે જોવા મળે છે. હવે એ જોવું રહ્યું કે મૌની તેના વેડિંગ પ્લાન્સને લઈને ક્યારે મૌન તોડે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK