Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફારાહ ખાનની જગ્યા લેશે મિકા સિંહ

ફારાહ ખાનની જગ્યા લેશે મિકા સિંહ

03 September, 2021 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેને કોરોના થયો હોવાથી ‘ઝી કૉમેડી શો’માં તેની જગ્યા લેશે સિંગર

ફરાહ ખાન

ફરાહ ખાન


ફારાહ ખાન હાલમાં કોવિડ પૉઝિટિવ થઈ હોવાથી ‘ઝી કૉમેડી શો’માં તેની જગ્યાએ હવે મિકા સિંહ જોવા મળશે. ફારાહ ખાને કોવિડ વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં તે પૉઝિટિવ થઈ છે. તે હાલમાં આઇસોલેશનમાં છે. જોકે હવે તેની જગ્યાએ બે અઠવાડિયાં સુધી મિકા સિંહ જોવા મળશે. ૧૧ સપ્ટેમ્બરથી મિકા આ શોમાં જોવા મળશે. મિકાએ રવીના ટંડન અને મલ્લિકા શેરાવત સાથે આગામી શોનું શૂટિંગ કર્યું હતું. આ વિશે વાત કરતાં મિકાએ કહ્યું હતું કે ‘ફારાહે તેના વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં તે કોવિડ પૉઝિટિવ થઈ છે. આ સમયે તમે કંઈ પ્રિડિક્ટ કરી શકો એમ નથી. મેં તેની સાથે વાત કરી છે અને તે સારી રીતે રિકવર થઈ રહી છે. મને આશા છે કે તે બહુ જલદી સાજી થઈ જશે. છેલ્લી વાર હું જ્યારે ‘ઝી કૉમેડી શો’માં આવ્યો હતો ત્યારે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે આવ્યો હતો અને મેં ફારાહ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આથી હું તેને મિસ કરી રહ્યો છુ. જોકે લોકોને હસાવવા માટે શો ચાલુ રાખવો જરૂરી છે. અમે રવીના ટંડન અને મલ્લિકા શેરાવત સાથે બે એપિસોડનું શૂટિંગ કર્યું છે. દરેકે ખૂબ જ મસ્તી કરી હતી અને મને આશા છે કે લોકો બે અઠવાડિયાં સુધી આ શોમાં મારી હાજરીની મજા માણશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2021 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK