Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો ‘રૉકેટ બૉય્‍ઝ’ હોમી ભાભા અને વિક્રમ સારાભાઈને!

જોઈ લો ‘રૉકેટ બૉય્‍ઝ’ હોમી ભાભા અને વિક્રમ સારાભાઈને!

23 June, 2021 12:09 PM IST | Mumbai
Nirali Dave

સોની લિવની સિરીઝ ‘રૉકેટ બૉય્‍ઝ’માં મહાન વૈજ્ઞાનિકો હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની સ્ટોરી જોવા મળશે ઃ આ રોલ જિમ સર્ભ અને ઈશ્વક સિંહ ભજવશે

જોઈ લો ‘રૉકેટ બૉય્‍ઝ’ હોમી ભાભા અને વિક્રમ સારાભાઈને!

જોઈ લો ‘રૉકેટ બૉય્‍ઝ’ હોમી ભાભા અને વિક્રમ સારાભાઈને!


સોનીના ડિજિટલ પ્લૅટફૉર્મ સોની લિવની અપકમિંગ વેબ-સિરીઝ ‘રૉકેટ બૉય્‍ઝ’માં ભારતના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રીઓ હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની જર્ની જોવા મળશે. આ વેબ-શોમાં ‘નીરજા’, ‘પદ્‍માવત’ ફેમ જિમ સર્ભ ડૉ. હોમી ભાભાના રોલમાં અને ‘પાતાલ લોક’ ફેમ ઈશ્વક સિંહ ડૉ. વિક્રમ સારાભાઈના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ડૉ. એપીજે અબ્દુલ કલામની સ્ટોરી પણ પૅરૅલલ જોવા મળશે અને આ રોલ અર્જુન રાધાકૃષ્ણન ભજવશે. અભય પન્નુ અને નિખિલ અડવાણી આ સિરીઝના ડિરેક્ટર છે. ‘રૉકેટ બૉય્‍ઝ’ તરીકે જિમ સર્ભ અને ઈશ્વક સિંહના ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યા છે. જિમ સર્ભનું કહેવું છે કે ‘હોમી ભાભાનો રોલ ભજવવો મારા માટે ખાસ એટલા માટે છે, કેમ કે અમે પારસી વારસો ધરાવીએ છીએ. તેમનો રોલ ભજવવો એ મારા માટે ગર્વની વાત છે. વિજ્ઞાન પ્રત્યે તેમનું ડેડિકેશન, કળા અને સંસ્કૃતિ પ્રત્યેની તેમની દૃષ્ટિ અને તેમનું હાસ્ય તેમને મહાન બનાવે છે.’  


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 12:09 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK