Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કેટલાંક બાળકોને સ્પેશ્યલ ગિફ્ટ આપી આશી સિંહે

કેટલાંક બાળકોને સ્પેશ્યલ ગિફ્ટ આપી આશી સિંહે

29 November, 2022 04:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એને લોકોને સરપ્રાઇઝ આપવાનું અને ખુશ કરવાનું બહુ ગમે છે.

આશી સિંહ

આશી સિંહ


આશી સિંહ દ્વારા હાલમાં સ્કૂલનાં બાળકો માટે એક સ્વીટ જેસ્ટર કરવામાં આવ્યું છે. આશી હાલમાં ‘મીત’માં મીત હૂડાનું પાત્ર ભજવી રહી છે. તેને લોકોને સરપ્રાઇઝ આપવાનું અને ખુશ કરવાનું બહુ ગમે છે. આથી તેણે સ્કૂલનાં બાળકોને સ્પેશ્યલ ગિફ્ટ આપી હતી. આ વિશે આશી સિંહે કહ્યું કે ‘હું બાળક હતી ત્યારથી આજ સુધી મને સરપ્રાઇઝ આપવાનું ખૂબ ગમે છે. લોકો તમને જ્યારે નાની ગિફ્ટ આપે ત્યારે તમને એની કેવી ખુશી મળે છે. આથી મેં કેટલાંક બાળકોને ગિફ્ટ મોકલવાનું નક્કી કર્યું હતું. તેમને ગિફ્ટ વિશે કોઈ ખબર નહોતી, પરંતુ જ્યારે તેમના હાથમાં ગિફ્ટ આવી ત્યારે તેમના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. હું ભગવાનનો આભાર માનું છું કે હું તેમને આ ખુશી આપી શકી.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK