° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


આઇપીએલની અસર ‘ઇન્ડિયન આઇડલ’ને! કઈ રીતે?

06 May, 2021 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલ મૅચો હવે નથી રમાવાની, એ જોતાં રિયલિટી શોના મેકર્સે કર્યો છે મહત્ત્વનો ફેરફાર

ઇન્ડિયન આઇડલના જજ

ઇન્ડિયન આઇડલના જજ

કોરોના વાઇરસના કારણે આખા દેશમાં ઊથલપાથલ થઈ રહી છે. મનોરંજન સેક્ટરમાં મોટા-મોટા ફેરફારો થઈ રહ્યા છે. આગોતરાં આયોજન કૅન્સલ થઈ રહ્યાં છે. મનોરંજનના જ એક ભાગ જેવી ઇન્ડિયન પ્રીમિયર લીગ, ક્રિકેટરો કોરોના સંક્રમિત થતાં સસ્પેન્ડ થઈ છે. એના કારણે સોનીના રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની બારમી સીઝનના મેકર્સે પણ આઇડિયા લડાવીને પોતાના શોમાં ફેરફાર કર્યો છે. આ શનિવારે ‘ઇન્ડિયન આઇડલ’ના એપિસોડમાં બૉય્ઝ વર્સસ ગર્લ્સનો અન્ય એક એપિસોડ ઑન ઍર થવાનો હતો એના બદલે હવે લેજન્ડરી ગાયક કિશોરકુમારના પુત્ર અને સિંગર અમિતકુમાર મુખ્ય મહેમાન તરીકે જોવા મળશે. એનું કારણ એ છે કે અત્યાર સુધી આઇપીએલની મૅચો ચાલતી હતી એ દરમ્યાન ઇન્ડિયન આઇડલના એપિસોડ્સની વ્યુઅરશિપ પ્રમાણમાં ઓછી મળતી. હવે આઇપીએલ નહીં આવે માટે એ જોનાર વર્ગ સ્વભાવિક છે અન્ય - રિયલિટી શોઝ તરફ ફંટાશે એ જોઈને ચૅનલે તેમની બૅન્કમાં પડેલો અમિતકુમારવાળો એપિસોડ પહેલાં ઑન ઍર કરવાનું નક્કી કર્યું છે. શનિવારે આવનારા એપિસોડને કિશોરકુમારના ૧૦૦ એપિસોડવાળો સ્પેશ્યલ એપિસોડ તરીકે જાહેર કરાઈ રહ્યો છે. આ એપિસોડમાં જજ તરીકે હિમેશ રેશમિયા, નેહા કક્કર અને અનુ મલિક જોવા મળશે.

06 May, 2021 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

હવે સિરિયલોમાં પહેલાં જેવી ગ્રૅન્ડ વેડિંગ સેરેમની નથી થતી!

‘વો રહનેવાલી મહલોં કી’, ‘રંજુ કી બેટિયાં’ ફેમ રીના કપૂર કોરોના પહેલાં શૂટ થતી વેડિંગ સીક્વન્સને મિસ કરી રહી છે

18 June, 2021 12:27 IST | Mumbai | Nirali Dave
ટેલિવિઝન સમાચાર

શાદી મેં ઝરૂર આના

‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં છોટી સિમરનાં લગ્ન આ વીકે અજાણતાં જ થઈ જશે પણ એ આખી પ્રક્રિયાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે

18 June, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મને બનાવવાનો જશ જાવેદ-નાવેદને

ધર્મેશસરે પોતાની કરીઅર આ ડાન્સ જોડીના શોથી શરૂ કરી હતી

18 June, 2021 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK