° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


કુંડળી ભાગ્ય એક્ટ્રેસ પ્રીતાએ ટૉવેલમાં કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

22 November, 2020 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કુંડળી ભાગ્ય એક્ટ્રેસ પ્રીતાએ ટૉવેલમાં કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

કુંડલી ભાગ્ય (Kundali Bhagya) શૉ દર્શકોને ઘણો પસંદ આવે છે અને આ શૉની ટીઆરપીમાં પણ ટૉપ 5માં સૌથી આગળ રહે છે. શૉમાં મુખ્ય ભૂમિકા બજવનારી પ્રીતા (Preeta) એટલે શ્રદ્ધા આર્યા (Shraddha Aryua) વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ અને ગ્લેમરસ છે. તે હંમેશા પોતાની સુંદર તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને સતત ચર્ચામાં પણ રહે છે. તાજેતરમાં એક્ટ્રેસના ડાન્સનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જે ઘણી ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તે ટૉવેલ ડાન્સ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

શૉમાં સંસ્કારી વહુનો રોલ ભજવનારી શ્રદ્ધા આર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં તે પિયા પિયા ઓ પિયા પિયા, (હર દિલ જો પ્યાર કરેગા)ની ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. ડાન્સમાં એનો સાથ એની સહેલીઓ આપી રહી છે. એક્ટ્રેસે વીડિયોમાં ટૉવેલ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ વીડિયોમાં શ્રદ્ધા આર્યા ઘણી બૉલ્ડ નજર આવી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

ફૅન્સ આ વીડિયો પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે આ વીડિયો લેટેસ્ટ નથી પરંતુ હાલ આ વીડિયોને લોકોએ ઘણો જોયો છે અને પસંદ પણ કર્યો છે. જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા વાસ્તિવક જીવનમાં ઘણી સ્ટાઈલિશ અને સેક્સી છે. તેમના પ્રશંસકોની સૂચિ લાંબી છે, આ કારણથી એમની તસવીરો અને વીડિયોઝ પર ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

એક્ટ્રેસ શ્રદ્ધા ટેલિવિઝન દુનિયા માટે કોઈ નવો ચહેરો નથી, કારણકે આની પહેલા પણ તે ઘણી સીરિયલ્સમાં પણ નજર આવી ચૂકી છે. આની પહેલા શ્રદ્ધા આર્યા મેં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી અને ડ્રીમ ગર્લ જેવી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે. શ્રદ્ધાએ વર્ષ 2018માં મોટા બિઝનેસમેન જયંત સાથે ધૂમધામ સગાઈ કરી હતી. સગાઈ બાદ જ જયંતે તેમની સામે એક શરત મૂકી હતી કે હવે તેમણે પોતાનું ટીવી કરિયર છોડી દેવું જોઈએ. પરંતુ એક્ટ્રેસે પોતાના કરિયરની પસંદગી કરતા જયંત સાથે સગાઈ તોડી નાખી હતી. આ સમયે તે એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી તરીકે ઓળખાય છે.

22 November, 2020 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

હું મારા પપ્પાને મન એકદમ જ અમૂલ્ય છું : ઉર્વશી રાઉતેલા

હું નજીકના લોકો સાથે ફાધર્સ ડે સેલિબ્રેટ કરીશ. તેમને માટે આ યાદગાર દિવસ રહેશે. હું એક ગર્વિષ્ઠ પિતાની દીકરી છું. મારા પિતાએ મને પોતાની કદર કરવાનું શીખવાડ્યું છે. 

20 June, 2021 09:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘કુતુબમિનાર’ને બર્લિન ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યું સ્પેશ્યલ મેન્શન

‘ફિલ્મ ફેસ્ટિવલમાં તેમણે જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે તેઓ આવા બોલ્ડ વિષયવાળી, પરંતુ સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મને જોઈને ચોંકી ગયા હતા.

20 June, 2021 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

બોન્દિતાના પાત્રમાં હવે જોવા મળશે આંચલ સાહૂ

‘બૅરિસ્ટર બાબુ’ હવે આઠ વર્ષનો લીપ લેતાં તેના પાત્રને પુખ્ત વયની દેખાડવામાં આવશે

20 June, 2021 09:21 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK