હું તો આ કાર ખરીદવાને સક્ષમ નથી, પરંતુ આ મારી ડ્રીમ કાર હતી. હાલમાં તો મને એ પોસાય એમ નથી, પરંતુ તેં એને ખરીદીને મારું સપનું સાકાર કર્યું છે. તું અતિશય મહેનત કરે છે એથી તું આને યોગ્ય છે. હું ગર્વિત બહેન છું.’
કૃષ્ણા અભિષેકે લીધી નવી મર્સિડીઝ
કૃષ્ણા અભિષેકે લક્ઝુરિયસ નવી મર્સિડીઝ કાર ખરીદતાં તેની બહેન આરતી સિંહને ભાઈ પર ગર્વ થયો છે. ગયા વર્ષે આરતી સિંહે પણ કાર ખરીદી હતી. ત્યારે એ વખતે કૃષ્ણા અભિષેકે સોશ્યલ મીડિયામાં તેની બહેન પ્રતિ ગુમાન અનુભવ્યું હતું. બહેનની પ્રશંસા કરતાં લખ્યું હતું કે તેણે જાતમહેનતથી કાર ખરીદી છે અને તેની પાસેથી એક પૈસો પણ નથી લીધો. હવે આ શાનદાર કાર અને કૃષ્ણા અભિષેક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આરતી સિંહે કૅપ્શન આપી હતી, ‘તારા પર ખૂબ-ખૂબ ગર્વ છે. હું તો આ કાર ખરીદવાને સક્ષમ નથી, પરંતુ આ મારી ડ્રીમ કાર હતી. હાલમાં તો મને એ પોસાય એમ નથી, પરંતુ તેં એને ખરીદીને મારું સપનું સાકાર કર્યું છે. તું અતિશય મહેનત કરે છે એથી તું આને યોગ્ય છે. હું ગર્વિત બહેન છું.’