° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


‘ખતરોં કે ખિલાડી 11’ની સ્પર્ધક અનુષ્કા સેન કોરોના પૉઝિટિવ

17 June, 2021 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી સિવાય અન્ય સ્પર્ધકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ, કેપ ટાઉનમાં શૂટિંગ અટક્યું નથી

અનુષ્કા સેનની ફાઇલ તસવીર

અનુષ્કા સેનની ફાઇલ તસવીર

કલર્સના રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ (Khatron Ke Khiladi)ની આગામી સીઝન ૧૧નું શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે. પરંતુ આ શોના સ્પર્ધકો અને હોસ્ટ રોહિત શેટ્ટી (Rohit Shetty)નું ટેન્શન વધી ગયું છે. કારણકે શોની સ્પર્ધક ટીવી અભિનેત્રી અનુષ્કા સેન (Anushka Sen)નો કોરોના વાયરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલમાં તે આઇસોલેશનમાં છે. જોકે, રાહતની વાત એ છે કે, શોના બીજા સ્પર્ધકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે.

એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પૉટબૉયના અહેવાલ મુજવ, સોમવારે અનુષ્કા સેનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે તાત્કાલિક આઇસોલેશનમાં જતી રહી હતી. અનુષ્કાને કોરોનાના કોઈ લક્ષણો નહોતા પણ તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અભિનેત્રીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સાવચેતીના ભાગરુપે શોના બાકીના સ્પર્ધકો અને ક્રૂ મેમ્બર્સનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, બાકી બધાનો જ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anushka Sen (@anushkasen0408)

અનુષ્કા સેન સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને શોના બિહાઈન્પ ધ સીનના ફોટો પણ શૅર કરતી રહે છે. તેણે ‘દેવોં કે દેવ મહાદેવ’ દ્વારા બાળ કલાકાર તરીકે અભિયન કારકિર્દીની શરુઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે, ‘ખતરોં કે ખિલાડી’ સિઝન ૧૧માં શ્વેતા તિવારી (Shweta Tiwari), રાહુલ વૈદ્ય (Rahul Vaidya), દિવ્યાંકા ત્રિપાઠી દહિયા (Divyanka Tripathi Dahiya), નિક્કી તંબોલી (Nikki Tamboli), અભિનવ શુક્લા (Abhinav Shukla), વિશાલ આદિત્ય સિંહ (Vishal Aditya Singh), આસ્થા ગિલ (Aastha Gill), સૌરભ રાજ જૈન (Sourabh Raaj Jain), અર્જુન બીજલાની (Arjun Bijlani), મહક ચહલ (Mahek Chahal), વરુણ સૂદ (Varun Sood), સના મકબૂલ (Sana Makbul) અને અનુષ્કા સેન (Anushka Sen) સ્પર્ધક તરીકે છે. આ શોનું ટીઝર હોસ્ટ રોહિત શેટ્ટીએ થોડાક દિવસ પહેલાં જ રિલીઝ કર્યું છે. તેમજ શો જુલાઈ મહિનામાં ઑન એર થવાની સંભાવના છે. પણ હજી સુધી કોઈ ઓફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી.

17 June, 2021 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ભાનુ ઉદય કેવી સિરિયલની અપેક્ષા રાખે છે?

‘રુદ્રકાલ’માં ડીસીપી રંજન ચિતૌડનું કૅરૅક્ટર કરનાર ઍક્ટરનું માનવું છે કે હવે ‘ધી એન્ડ’ સાથેની સિરિયલ જોવાનું જ ઑડિયન્સ પસંદ કરશે

27 July, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સૉરી બોલ દો’

સફળ રિલેશનશિપ માટે લૉજિક લગાવ્યા વગર માફી માગવાની સલાહ આપી છે એજાઝ ખાને

27 July, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ લઈને આવ્યાં મલાઇકા, અનુષા અને મિલિંદ

મલાઇકા અરોરા, અનુષા દાંડેકર અને મિિલંદ સોમણ હવે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ને જજ કરશે.

27 July, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK